RJDની હારથી લાલુ પ્રસાદ તણાવમાં, દિવસના જમવાનો કર્યો ત્યાગ

રાંચી, તા. 26 મે 2019, રવિવાર

લોકસભા ચૂંટણીનું પરીણામ આવતા RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ઘણા ચિતિંત છે અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધુ છે. ડૉકટોરોનું કહેવું છે કે, લાલુ પ્રસાદ ત્રણ દિવસથી સૂઈ શકતા નથી અને બપોરે જમતા પણ નથી. એમની તબિયતના કારણે ડૉકટરો પણ મુશ્કેલીમાં છે.

ડૉકટરે કહ્યું કે, લાલુ પ્રસાદ સવારનો નાસ્તો કોઈપણ રીતે કરી લે છે, પરંતુ બપોરે જમતા નથી. તેઓ સવારે નાસ્તો કરીને રાત્રે ભોજન કરે છે. તણાવના કારણે તેમની આવી હાલત થઈ છે. તેઓ કોઈની સાથે વધારે સમય વાત પણ કરતા નથી, માત્ર ઉદાસ બેસી રહે છે.

લોકસભા ચૂંટણીના પરીણામના દિવસે લાલુ પ્રસાદ યાદવ સવારે 8 વાગે ટીવીની સામે બેસી ગયા હતા પરંતુ જેમ જેમ પરીણામ આવવા લાગ્યા લાલુની ઉદાસી વધવા લાગી અને 1 વાગ્યાની આસ-પાસ લાલુ ટીવી બંદ કરીને સૂઈ ગયા અને ત્યારબાદથી તેમના ખાવા-પીવાનું સંતુલન ખોરવાઈ ગયુ છે.

ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી લાલુ પ્રસાદની તબિયત સારી ન હતી માટે તેઓને ઝારખંડની રાજધાની રાંચીમાં રિમ્સના પેઈંગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XfEgT2
via Latest Gujarati News

Post a Comment

0 Comments