જયપુર, તા. 10 મે 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણી પહેલા પાકિસ્તાનના ત્રાસવાદીઓએ પુલવામામાં હુમલો કરતા ભારતે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં એરસ્ટ્રાઇક કરી હતી. ત્યાર બાદ બીજા જ દિવસે ફાઇટર વિમાનોએ ભારતીય સરહદમાં ઘૂસી આવતા ભારતે તેમને તગેડી મુક્યાં હતા. એ સમયે બંને દેશો વચ્ચે યુદ્ધનો માહોલ ઉભો થઇ ગયો હતો.
ત્યારથી આ શંકા સેવાઇ રહીં છે કે પાકિસ્તાન તેના સ્વભામાં મુજબ ગમે તે સમયે અન ગમે તે સ્થળે કોઇ પણ રીતે ભારત પર હુમલો કરી શકે છે. દરમિયાનમાં આજે સાંજે પાકિસ્તાનના કરાંચથી ઉડેલું એક એરક્રાફ્ટ ઉત્તર ગુજરાતના એર સ્પેશનમાં આવી જતા ભારે હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં કરાચીથી ઉપડેલું આ એરક્રાફ્ટ સીધુ જ દિલ્હી જવાનું હતું પરંતુ એકા એક જ દિલ્હીને બદલે ઉત્તર ગુજરાતન આકાશમાં દેખાયું હતું આ બાબતની જાણ થતા જ સાઉથ-વેસ્ટર્ન કમાન્ડને હાઇએલર્ટ પર મુકી દેવાયું છે.
બીજી બાજુ ભારતીય વાયુસેનાના ડિફેન્સ એરક્રાફ્ટ દ્વારા પાકિસ્તાનના એરક્રાફ્ટને ઉત્તર ગુજરાતના એરસ્પેશ પરથી દબાણપૂર્વક હટાવી દેવાયું હતું તેમજ પાકિસ્તાનના એરક્રાફ્ટને રાજસ્થનના જયપુર એરફિલ્ડ ખાતે ઉતરાણ કરવાની ફરજ પાડી છે.
પાકિસ્તાનના એન્ટોનોવ AN-12 હેવીકાર્ગો પ્લેન પાકિસ્તાની એરસ્પેસથી ઉડ્યું હતું. ભારતીય એફોર્સે તેના પાયલોટને ઘેરી લઇને ખાનગી જગ્યાએ લઇ ગયા છે. તેમજ આ પાયલોટની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરાઇ છે. પાકિસ્તાનનું આ એરક્રાફ્ટ ભૂલથી ઉત્તર ગુજરાતમાં આવી ગયું હતું કે પાકિસ્તાનનું કોઇ કાવતરૂ હતુ તે દિશામાં તપાશ શરૂ કરાઇ છે.
આટલી ગંભીર ઘટના બની હોવા છતા તેના દોઢ કલાકના સમય પછી પણ ગુજરાત સરકાર દ્વારા આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે સરકારના મંત્રીઓ પણ આ ગંભીર ઘટનાથી અજાણ હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VTTEY8
via Latest Gujarati News
0 Comments