સામ પિત્રોડાએ માફી માંગી, મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરાયું


નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર

1984 શીખ રમખાણોને લઇને મચેલા ઘમાસાણ પર કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ માફી માંગી છે. સામ પિત્રોડાએ કહ્યું કે મારી હિંદી ખરાબ છે. હું જે થયું તે ખરાબ થયું તે કહેવા માંગતો હતો. ખરાબ થયું તે હું મગજમાં ટ્રાન્સલેટ કરી શક્યો. મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું.

સામ પિત્રોડાએ કહ્યું કે, ભાજપ સરકારે શું કર્યું અને શું આપ્યું તેના પર ચર્ચા કરવા માટે અમારી પાસે અન્ય મુદ્દાઓ છે, મને ખેદ છે કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. હું માફી માંગું છું. આ મામલાને વધારીને દેખાડવામાં આવ્યો છે. પિત્રોડાએ સ્પષ્ટતા કરતા પહેલા પોતાના તરફથી પત્ર જાહેર કરી સ્પષ્ટતા કરી દીધી હતી.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PVwOdc
via Latest Gujarati News

Post a Comment

0 Comments