સ્થિર સરકારની રચનાથી વિકાસને વેગ ઉપરાંત વિદેશી ફન્ડસનો ફલોઝ વધવા ઉદ્યોગોને અપેક્ષા

નવી દિલ્હી, તા.23 મે, 2019, ગુરૂવાર

દેશમાં સ્થિર સરકારની રચનાથી વિકાસને વેગ મળશે અને વિદેશી ફન્ડસનો ઈન્ફલોઝ પણ વધશે એમ દેશના ઉદ્યોગો દ્વારા મત વ્યકત કરાયો છે. ગોદરેજ જુથના અધ્યક્ષ અદિ ગોદરેજે જણાવ્યું હતું કે, નવી સરકાર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઊંચે જાય તેવા પગલાં લેશે એવી અપેક્ષા છે. 

એક પગલું કોર્પોરેટ ટેકસને લગતું છે. આપણો કોર્પોરેટ ટેકસનો દર વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઊંચો છે, તેને નીચે લાવવાની આવશ્યકતા છે. અહીંની સરકારે કોર્પોરેટ ટેકસનો દર ઘટાડીને ૨૫ ટકા પર લાવવાની ખાતરી આપી હતી.

નાની કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસ ઘટાડવામાં આવ્યો છે ખરો પરંતુ મોટી કંપનીઓ માટે હદુ આમ કરાયું નથી. 

નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પાંગરિયાએ જણાવ્યું હતું કે, હવે જોરદાર સુધારા હાથ ધરવાનો અને દેશને સંપૂર્ણ રીતે બદલવાનો સમય પાકી ગયો છે. સરકારે વેપાર માટે તંદૂરસ્ત વાતાવરણ ઊભું કરવું જોઈએ અને ઉદ્યોગોએ રોજગારમાં વધારો થાય તેવી જવાબદારી અદા કરવી જોઈએ. દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો લગભગ જાહેર થઈ ગયા છે અને ભાજપની આગેવાની હેઠળની સરકાર ફરી સત્તા પર આવી રહી છે. દેશમાં સ્થિર સરકારની રચના સાથે છેલ્લા ૬ મહિનાથી અટકી પડેલા નવા વેપાર કરારો હવે થવા લાગશે અને એફડીઆઈ પ્રવાહમાં વધારો થશે એેમ બીએસઈના સભ્ય રમેશ દામાણીએ જણાવ્યું હતું. 

કેન્દ્રમાં બહુમતિ સાથેની સરકારને કારણે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં વિકાસને વેગ મળશે એમ હીરાનંદાની જુથના સુરેન્દ્ર હીરાનંદાનીએ જણાવ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટ વધારવા, વિકાસને વેગ આપવા અને રોજગાર નિર્માણ થાય તેવા પગલાં નવી સરકાર દ્વારા હાથ ધરાશે એવી પણ તેમણે અપેક્ષા વ્યકત કરી હતી.  




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30EXBiT
via Latest Gujarati News

Post a Comment

0 Comments