મુંબઈ, તા.23 મે, 2019, ગુરૂવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે આંચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઘટયા મથાળેથી ઉછળ્યા હતા. આવા માહોલમાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી ગઈ છે તેની અસર ઝવેરી બજારમાં બજાર ભાવ પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં ડોલરના ભાવ પ્લસમાં હતા સોમે જાપાનની કરન્સી યેનના ભાવ પણ વધી આવ્યા હતા.
ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર વિષયક તનાવ વદી રહ્યાના સમાચાર હતા અને તેના પગલે વૈશ્વિક સ્તરે સોનામાં ઘટાડે હેજફંડોની લેવાલી વધ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૭૨.૮૦ ડોલર રહ્યા પછી ભાવ વધી ઉંચામાં ૧૨૮૪.૭૦ થઈ સાંજે ભાવ ૧૨૮૨.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા. મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૫૦૩ વાળા ૩૧૭૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૬૩૦ વાળા ૩૧૮૨૭ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં ચાંદીના ભવા કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૬૧૧૦ વાળા રૂ.૩૬૦૮૦ ખુલી રૂ.૩૬૩૩૦ બંધ રહ્યા પચી સાંજે ભાવ રૂ.૩૬૬૦૦થી ૩૬૬૫૦ હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવતી આશરે રૂ.૧૨૦૦ ઉંચા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૪.૪૩ ડોલર રહ્યા પછી ભાવ વધી ૧૪.૬૧ ડોલર થઈ સાંજે ભાવ ૧૪.૫૯થી ૧૪.૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સાંજે પ્લેટીનમના ભાવ ઔંશના ૮૦૩.૧૦થી ૮૦૩.૨૦ ડોલર હતા. પેલેડીયમના ભાવ ૧૩૨૦.૩૦થી ૧૩૨૦.૪૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ આંચકા પચાવી મોડી સાંજે ઉછળી રૂ.૭૦ની આસપાસ બોલાતા થયાના નિર્દેશો હતા. વિશ્વ બજારના સમાચાર મુજબ ક્રૂડતેલના ભાવમાં ઝડપી બે અઢી ટકાનો કડાકો બોલાયાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડના ભાવ ગબડી સાંજે ૭૦ ડોલરની અંદર ઉતરી ૬૯.૪૮ ડોલર રહ્યા હતા ન્યુયોર્કના ભાવ ગબડી સાંજે બેરલના ૬૦.૧૮ ડોલર હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે મોડી સાંજે બજાર બંધ થયા પછી ડોલરના ભાવ રૂ.૭૦ની અંદર રૂ.૬૯.૯૫ આસપાસ બોલાયા હતા. વિશ્વ બજારના સમાચારમુજબ યુરો સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ પાછલા ૧૪ દિવસથી સતત ઘટતા રહ્યા છે જે એક રેકોર્ડ ગણાય છે. દરમિયાન, ચીનની નબળાઈ વચ્ચે વિશ્વ બજારમાં કોપરની આગેવાની હેઠળ વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ દબાણ હેઠળ રહ્યાના સમાચાર હતા. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સાંજે ૦.૫૦થી ૦.૫૫ ટકા નીચા હતા લંડન એક્સ.માં આજે કોપરના ભાવ ટનના ત્રણ મહિનાના વાયદાના ઘટી ૫૯૦૦ ડોલર નજીક ઉતરી ગયાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMnvgW
via Latest Gujarati News
0 Comments