વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલામાં ઘટાડો: વિશ્વ બજારમાં પામતેલ, સોયાતેલના સામસામા રાહ

મુંબઈ, તા.23 મે, 2019, ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. ભાવ સૂસ્ત રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ  નિરુત્સાહી હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના ઘટતા અટકી રૂ.૧૦૫૦ના મથાળે અથડાતા હતા જ્યારે  રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૦૦થી ૧૦૨૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૬૪૦ હતા ત્યાં  કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫ જ્યારે મુંબઈ બજારમાં પામતેલના ભાવ હવાલા રિસેલના ઘટી રૂ.૫૯૦ તથા જેએનપીટીના  રૂ.૫૮૫ હતા.  વેપારો ધીમા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૫૦૬ હતા સીપીઓ વાયદાના ભાવ સાંજે  રૂ.૫૧૨.૯૦ તથા સોયાતેલ વાયદાના રૂ.૭૪૨.૪૫ બોલાયા હતા.

દરમિયાન મલેશિયામાં આજે પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૩૪, ૪૦, ૪૦ તથા ૪૪ પોઈન્ટ  માઈનસમાં બંધ હતો જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ સાડા સાત ડોલર ગબડયા હતા. ત્યાં જોેકે ચાલુ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં પામતેલનું  ઉત્પાદન આશરે ૫થી ૬ ટકા ઘટયાના સમાચાર હતા.  ઘરઆંગણે મધ્ય પ્રદેશમાં સોયાબીનની આવકો બપોરે આશરે  ૨૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મથકોએ હાજર ભાવ રૂ.૩૭૫૦થી ૩૮૨૦ તથા પ્લાન્ટ  ડિલીવરીના  રૂ.૩૮૫૦થી ૩૮૬૦ હતા. જ્યારે ત્યાં  સોયાતેલના ભાવ રૂ.૭૨૦થી ૭૨૫ તથા રિફા.ના રૂ.૭૫૫થી ૭૬૦  બોલાયા  હતા.

  વિશ્વ બજારમાં  સનફલાવરના ભાીવ  સીઆઈએફ  દોરણે વિવિધ ડિલીવરીઓના ૭૪૨.૫૦ ડોલર રહ્યા હતા. મગફળીની આવકો  સવારે ગોંડલ બાજુ આશરે ૧૨ હજાર ગુણી તથા રાજકોટ આશરે પાંચ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મગફળીના હાજર ભાવ મથકોએ ૨૦ કિલોના જાતવાર  રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં ભાવ  રૂ.૧૦૪૦થી ૧૦૫૦ રહ્યા હતા.   દરમિયાન, યુરોપથી  મળતા સમાચાર મુજબ  ત્યાં બાયોફયુઅલમાં  પામતેલનો વપરાશ કેવો અને કેટલો કરવો તે  વિશે માર્ગરેખાઓ જે તાજેતરમાં  ઘડવામાં આવી હતી તેનો અમલ કદાચ ૧૦મી જૂનથી શરૂ  કરવામાં આવશે એવા નિર્દેશો મળ્યા હતા. આના પગલે   હવે પચી  મલેશિયા-ઈન્ડોનેશિયા તથા યુરોપના દેસો વચ્ચે  ટકરાવ વધવાની  શક્યતા  જાણકારો  બતાવી રહ્યા હતા.

દરમિયાન અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૪થી ૧૭ પોઈન્ટ  વધ્યા પછી પ્રોજેકશનમાં ભાવ સાંજે ૧૬થી ૧૭ પોઈન્ટ માઈનસમાં  રહ્યા હતા. ત્યાંના ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળનો વાયદો ૨૮થી ૩૦ પોઈન્ટ પ્લસમાં હતો જ્યારે   સોયાબીનનો વાયદો ઓવરનાઈટ ૭૪થી ૭૬ પોઈન્ટ  ઉછળ્યાના  વાવડ હતા.  ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૫૭, ૪૫ તથા ૭૨  પોઈન્ટ નરમ હતા.  

 મુંબઈ હાજર બજારમાં સોેયાતેલના ભાવ ડિગમના  રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૩૬  હતા. સનફલાવરના  ભાવ રૂ.૭૩૦  તથા રિફા.ના રૂ.૭૭૦  હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૯૦ હતા.  દિવેલ હાજર તથા એરંડાના  હાજર ભાવ સાંકડી વધઘટે અથડાતા હતા.

મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૩૦૫૦૦ વાળા ૩૦૬૦૦ હતા. સોયાખોળના ભાવ રૂ.૩૨૮૭૦ વાળા રૂ.૩૩ હજાર  પાર કરી રૂ.૩૩૦૭૫થી ૩૩૦૮૦ હતા.  એરંડા ખોળના ભાવ ટનના રૂ.૬૪૦૦ વાળા  ૬૩૫૦ હતા.  

જ્યારે અન્ય ખોળો શાંત હતા.  સીપીઓ  વાયદાના ભાવ સાંજે  રૂ.૧.૧૦ તથા ૧.૫૦ માઈનસમાં  હતા  સોયાતેલ વાયદાના ભાવ આજે   સાંજે રૂ.૦.૮૦થી ૦.૯૦  નરમ હતા.   એરંડા વાયદાના ભાવ સાંજે જૂનના રૂ.૪૦ તથા  જુલાઈના રૂ.૨૮ ઉંચા બોલાયા હતા.

 અમેરિકામાં  શિકાગો  બજારમાં આજે  પ્રોજેકસનમાં સાંજે ભાવ  સોયાખોળના વાયદાના પ્લસમાં ચાલી રહ્યા હતા. ન્યુયોર્ક કોટન વાયદો સાંજે પ્રોજેકશનમાં પ્લસમાં રહ્યાના સમાચાર હતા.  સિંગદાણામાં  ઘરઆંગણે વિવિધ મથકોએ ઉનાળુ પાકની આવકો અપેક્ષાથી  ધીમી હતી સામે નિકાલ વેપારો જળવાઈ રહેતાં  ભાવ મથકોએ મક્કમ રહ્યાના સમાચાર હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30EXDY3
via Latest Gujarati News

Post a Comment

0 Comments