(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા.23 મે, 2019, ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વબળે ભાજપને એકલે હાથે સુનામીમાં લોકસભા ચૂંટણીમાં જવલંત વિજય અપાવી પૂર્ણ બહુમત સાથે એનડીએ ફરી સત્તા પર આવવાનું સ્પષ્ટ થઈ જતાં ભારતીય બજારોએ આજે મોદીના આ ઐતિહાસિક વિજયને વધાવી લઈ સેન્સેક્સે ૪૦૦૦૦ની સપાટી કુદાવી ૪૦૧૨૪.૯૬ અને નિફટી૧૨,૦૦૦ની સપાટી પાર કરીને ૧૨૦૪૧.૧૫નો નવી ઊંચાઈને વિક્રમ સજીૅ દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને દેશની બહુમત જનતાએ આવકારીને આજે સ્પષ્ટ વિજય અપાવતાં આજે આરંભમાં ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર શેરો સાથે એફએમસીજી, ઓઈલ-ગેસ ફ્રન્ટલાઈન શેરોમાં તોફાની તેજી કરી હતી. ભાજપ-એનડીએ સરકારના આર્થિક સુધારા, દેશ હિતના કાર્યોને વધાવી લેતો બહુમત આપતો વિજય અપાવ્યા સાથે ભારતીય શેર બજારોમાં પાછલા દિવસોમાં રોજબરોજ નવા વિક્રમો સર્જયા બાદ ચૂંટણીના અંતિમ દિવસોમાં કરેકશન જોવાયું હતું. જે આજે ચૂંટણી પરિણામોની સાથે ફંડોએ આરંભિક કલાકોમાં જ તોફાની તેજી કરીને સેન્સેક્સને ૪૦૦૦૦ની સપાટી પાર કરાવીને ૧૦૧૪.૭૫ પોઈન્ટની છલાંગે ૪૦૧૨૪.૯૬ અને નિફટી સ્પોટ ૧૨૦૦૦ની સપાટી કુદાવી ૩૦૩.૨૫ પોઈન્ટના ઉછાળે ૧૨૦૪૧.૧૫ નવી ઊંચાઈનો વિક્રમ સર્જયા બાદ વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ થતાં એફએમસીજી, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટો શેરોમાં નરમાઈએ આરંભિક ઉછાળો ધોવાઈ જઈ અંતે ૨૯૮.૮૨ પોઈન્ટ ઘટીને ૩૮૮૧૧.૩૯ અને નિફટી સ્પોટ ૮૦.૮૫ પોઈન્ટ ઘટીને ૧૧૬૫૭.૦૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૧૦૧૫ પોઈન્ટની છલાંગે ૪૦૧૨૫ ઈતિહાસ રચીને ૨૭૦૦ની ઉથલપાથલના અંતે ૨૯૯ પોઈન્ટ ઘટીને ૩૮૮૧૧
ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત ગેપ અપ ઓપનીંગે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૧૧૦.૨૧ સામે ૩૯૫૯૧.૭૭ મથાળે ખુલીને આરંભિક કલાકોમાં જ ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં લેવાલીએ અને અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેકનોલોજી, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, મારૂતી સુઝુકી સહિતમાં તેજીએ એક તબક્કે ૧૦૧૪.૭૫ પોઈન્ટની છલાંગે ૪૦૧૨૪.૯૬ના નવા શિખરે પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોએ પોતાના વિવિધ પોર્ટફોલિયોેમાં પડેલા શેરો પૈકી નિયત વેચવાલી કરીને પ્રોફિટ બુકિંગ શરૂ કરતાં અને વૈશ્વિક બજારોની નરમાઈએ ઉછાળો પૂર્ણ ધોવાઈ જઈને નીચામાં ૩૮૬૫૧.૬૧ સુધી આવી અંતે ૨૯૮.૮૨ પોઈન્ટ ઘટીને ૩૮૮૧૧.૩૯ બંધ રહ્યો હતો. આમ આજે સેન્સેક્સમાં ૨૭૦૦ પોઈન્ટની ઉથલપાથલ સર્જાઈ હતી.
નિફટી ૧૨૦૪૧ નવું શિખર-ઈતિહાસ બનાવી પાછો ફરી ૭૭૫ પોઈન્ટની ઉથલપાથલના અંતે ૮૧ પોઈન્ટ ઘટીને ૧૧૬૫૭
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૭૩૭.૯૦ સામે ૧૧૯૦૧.૩૦ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ તેમ જ ઓટો શેરોમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો સહિતમાં લેવાલી થતાં અને અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં અદાણી પોર્ટસ, ઝી, ગ્રાસીમ, સિપ્લા, કોલ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટસ, એનટીપીસી, ઈન્ફ્રાટેલ, બીપીસીએલ સહિતમાં ખરીદીએ એક તબક્કે ૩૦૩.૨૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૧૨૦૪૧.૧૫ નવો ઈતિહાસ રચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને પ્રોફિટ બુકિંગમાં વેદાન્તા, આઈશર મોટર્સ, આઈટીસી, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ઓએનજીસી, ડો.રેડ્ડીઝ લેબ., બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, ટાઈટન, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૬૧૪.૫૦ સુધી આવી અંતે ૮૦.૮૫ પોઈન્ટ ઘટીને ૧૧૬૫૭.૦૫ બંધ રહ્યો હતો. નિફટીમાં આજે ૭૭૫ પોઈન્ટની ઉથલપાથલ જોવાઈ હતી.
નિફટી ૧૨,૦૦૦નો કોલ ૧૦૬.૯૦ થી ૧૫૩.૭૫ સુધી ઉછળ્યો : નિફટી ૧૧,૭૦૦નો પુટ ૧૬૭.૧૦ થી તૂટીને ૩૮
ડેરિવેટીવ્ઝમાં આજે નિફટી બેઝડ મોટી ઉથલપાથલ થઈ હતી. આજે ૨૩,મેના એક્સપાયર થયેલા વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૦૦૦નો કોલ ૮,૦૦,૧૨૨ કોન્ટ્રેકટસમાં રૂ.૭૨,૨૦૯.૨૫ કરોડના કામકાજે ૧૦૬.૯૦ સામે ૧૨૪ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૩.૭૫ સુધી ગયો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૬,૧૬,૬૪૮ કોન્ટ્રેકટસમાં રૂ.૫૪,૨૦૬.૬૪ કરોડના કામકાજે ૧૬૭.૧૦ સામે ૮૫.૧૫ મથાળે ખુલીને નીચામાં ૪.૫૫ અને ઉપરમાં ૧૦૪.૯૦ સુધી જઈ અંતે ૩૮ સેટલ થયો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૫,૭૧,૧૬૧ કોન્ટ્રેકટસમાં રૂ.૫૦,૭૩૮.૫૦ કરોડના કામકાજે ૨૦૭.૫૦ સામે ૧૩૩ મથાળે ખુલીને નીચામાં ૮.૬૫ થઈ વધીને ૧૬૨.૬૦ સુધી પહોંચી અંતે ૧૩૪ રહ્યો હતો.
મે નિફટી ફયુચર ઉછળીને ૧૨,૦૭૦ સુધી જઈ અંતે ૧૧,૭૧૩ : બેંક નિફટી ફયુચર ૩૦૬૦૬ થી વધીને ૩૦૬૧૫
નિફટી મે ફયુચર ૩,૫૮,૫૧૭ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૯૪૦.૫૫ કરોડના કામકાજે ૧૧,૭૮૧.૬૫ સામે ૧૧,૮૮૮ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૦૭૦ સુધી ઉછળી પાછો ફરીને નીચામાં ૧૧,૬૪૦.૧૫ સુધી આવી અંતે ૧૧,૭૧૩.૭૫ રહ્યો હતો. નિફટી જૂન ફયુચર ૪૧,૪૨૬ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭૦૧.૮૭ કરોડના કામકાજે ૧૧,૮૨૨.૭૦ સામે ૧૧,૯૨૭.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૦૮.૪૦ સુધી પહોંચી પાછો ફરીને નીચામાં ૧૧,૬૪૦.૧૫ સુધી આવી અંતે ૧૧,૭૧૩.૭૫ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૩,૮૨,૧૪૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૩,૭૫૧.૨૧ કરોડના કામકાજે ૩૦,૬૦૬.૦૫ સામે ૩૦,૯૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૭૮૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૩૦,૩૩૨.૭૫ સુધી આવી અંતે ૩૦,૬૧૪.૯૫ રહ્યો હતો. બેંક નિફટી જૂન ફયુચર ૩૦,૭૧૦.૧૫ સામે ૩૧,૦૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૮૪૭.૮૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૩૦,૪૩૧,૪૫ સુધી આવી અંતે ૩૦,૬૯૯.૯૦ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પસંદગીનું આકર્ષણ : ઈન્ડસઈન્ડ બેંક, સિટી યુનિયન, યશ બેંક, આઈસીઆઈસીઆઈ, બીઓબી વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની આરંભિક વ્યાપક મોટી તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭૯.૩૦ વધીને રૂ.૧૫૯૬.૮૫, સિટી યુનિયન બેંક રૂ.૬.૨૦ વધીને રૂ.૨૧૪.૭૫, યશ બેંક રૂ.૨.૧૦ વધીને રૂ.૧૩૯.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૧૦ વધીને રૂ.૪૧૦.૬૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૩૦ વધીને રૂ.૧૨૭.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૪૫ વધીને રૂ.૩૪૨.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫.૨૦ વધીને રૂ.૧૫૦૦.૭૦, બીએફ ઈન્વેસ્ટ રૂ.૩૦.૧૫ વધીને રૂ.૨૫૫.૨૦, ભારત ફિન રૂ.૪૭.૮૦ વધીને રૂ.૧૦૦૧.૭૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૦૫ વધીને રૂ.૮૭.૯૦, ગૃહ ફાઈનાન્સ રૂ.૯ વધીને રૂ.૩૨૭.૮૦, રિલાયન્સ કેપિટલ રૂ.૩.૫૫ વધીને રૂ.૧૩૧.૯૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૧.૦૫ વધીને રૂ.૮૧૭.૮૦, બંધન બેંક રૂ.૧૪.૧૦ વધીને રૂ.૬૧૩.૧૫, એચડીએફસી એએમસી રૂ.૩૮.૫૫ વધીને રૂ.૧૭૪૨.૮૫, ઈન્ડિયન બેંક રૂ.૫ વધીને રૂ.૨૫૨.૮૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૩.૬૦ વધીને રૂ.૭૫૪.૪૦, બજાજ હોલ્ડિંગ રૂ.૩૬.૯૦ વધીને રૂ.૩૩૨૭.૧૦, શ્રેઈ ઈન્ફ્રા રૂ.૨૩.૬૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં સિલેકટીવ તેજી : હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, એકસાઈડ, મારૂતી સુઝુકી વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. હીરો મોટોકોર્પ રૂ.૪૦.૮૫ વધીને રૂ.૨૭૩૯.૬૫, અશોક લેલેન્ડ રૂ.૧.૦૫ વધીને રૂ.૮૮.૮૦, બજાજ ઓટો રૂ.૧૮.૦૫ વધીને રૂ.૩૦૬૭.૭૫, એકસાઈડ રૂ.૧.૧૫ વધીને રૂ.૨૧૦.૧૫, મારૂતી સુઝુકી રૂ.૨૮.૭૦ વધીને રૂ.૬૯૩૨.૮૦, એમઆરએફ રૂ.૭ વધીને રૂ.૫૪,૯૨૫.૬૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ બ્રેન્ટ ઘટીને ૭૦ ડોલર નજીક : બીપીસીએલ, આઈઓસી, ઓએનજીસી, એચપીસીએલ, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલમાં એક તરફ અમેરિકામાં સ્ટોક વધીને આવતાં અને વૈશ્વિક ફરી મંદીના અહેવાલ વચ્ચે ભાવ ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૦ ડોલર નજીક પહોંચતાં ઓઈલ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. બીપીસીએલ રૂ.૯.૬૦ વધીને રૂ.૩૮૪.૩૦, આઈઓસી રૂ.૨.૨૫ વધીને રૂ.૧૫૫.૬૦, ઓએનજીસી રૂ.૨.૨૫ વધીને રૂ.૧૭૬.૫૫, એચપીસીએલ રૂ.૩.૬૦ વધીને રૂ.૨૮૮.૭૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૪૦.૭૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં વેચવાલી : આઈટીસી, એવીટી નેચરલ, હિન્દુસ્તાન યુનિલિવર, દાલમિયા સુગર, ઉત્તમ સુગર ઘટયા
એફએમસીજી શેરોમાં આજે ફંડોએ ઉછાળે વેચવાલી કરતાં બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૧૨.૪૨ પોઈન્ટ ઘટીને ૧૧૪૮૧.૮૪ બંધ રહ્યો હતો. એવીટી નેચરલ રૂ.૨.૨૦ ઘટીને રૂ.૨૧.૬૦, આઈટીસી રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૨૮૮.૫૦, કેઆરબીએલ રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૩૩૪.૨૦, ફયુચર કન્ઝયુમર રૂ.૧.૨૫ ઘટીને રૂ.૪૧, દાલમિયા સુગર રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૧૧.૫૦, ઉત્તમ સુગર રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૧૯.૯૫, ગોડફ્રે ફિલિપ રૂ.૨૦.૬૦ ઘટીને ૯૯૧.૯૦, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૨૩૦.૩૦, એડીએફ ફુડ રૂ.૩ ઘટીને રૂ.૨૫૪.૬૦, એટીએફએલ રૂ.૫.૫૦ ઘટીને રૂ.૫૧૫.૨૫, મેરિકો રૂ.૨.૯૫ ઘટીને રૂ.૩૬૦.૧૫, ઈઆઈડી પેરી રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૭૯.૯૫ રહ્યા હતા.
અમેરિકા-ચાઈનાના વણસતાં સંબંધોએ મેટલ શેરોમાં વેચવાલી : વેદાન્તા, સેઈલ, હિન્દાલ્કો, નાલ્કો, ટાટા સ્ટીલ ઘટયા
અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ટેન્શન સતત વધી રહ્યું હોઈ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. વેદાન્તા રૂ.૯.૨૦ ઘટીને રૂ.૧૫૭.૨૫, સેઈલ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૪૯.૦૫, હિન્દાલ્કો રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૯૨.૩૫, નાલ્કો રૂ.૧.૩૦ ઘટીને રૂ.૪૮.૭૫, ટાટા સ્ટીલ રૂ.૭.૮૦ ઘટીને રૂ.૪૬૫.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૭૦ ઘટીને રૂ.૨૪૮.૫૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ઓફલોડિંગ વધ્યું : ૧૩૪૭ શેરો નેગેટીવ બંધ : ૧૮૪ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઉછાળે ફરી ઓફલોડિંગ વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૧૬૭ અને ઘટનારની સંખ્યા ૧૩૪૭ રહી હતી. ૧૮૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૧ શેરોમાં ઓનલી સેલરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૧૩૫૨ કરોડની ચોખ્ખી ખરીદી, ફયુચર્સમાં રૂ.૭૮૬ કરોડની વેચવાલી : DIIની રૂ.૫૯૪ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૩૫૨.૨૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૩૩૯.૨૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૯૮૭.૦૪ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૭૮૫.૯૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૪૧૩.૬૩ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૭૨.૩૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૫૯૩.૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૭૭૫.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૩૬૯.૧૦ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VHU3c0
via Latest Gujarati News
0 Comments