હવાનું પ્રદુષણ એટલું છે કે, મેડિકલ સ્ટુડન્ટસ ફેફસાનો કલર 'પિંક'ને બદલે 'બ્લેક' માને છે!


અમેરિકન કોર્નર અને પર્યાવરણ મિત્રના સંયુક્ત ઉપક્રમે આત્મા હોલ ખાતે 'એર ક્વોલિટી ઇન્ડેક્સ ઇન્સાઇડર્સ સ્ટોરી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ચિફ ગેસ્ટ તરીકે યુ.એસ. એમ્બસી ન્યુ દિલ્હીના ઇગેન બી ઉપસ્થિત રહ્યાં હતા. અમેરિકન કોર્નર દ્વારા સ્ટુડન્ટસની ઇવેન્ટ માટે અને અભ્યાસ માટે એક પ્લેટફોર્મ પુરૃ પાડે છે. સ્ટુડન્ટસ અમેરિકન કોર્નર ખાતે આવીને ફ્રીમાં બુક્સ વાંચી શકે છે અને અમેરિકા વિશેની જાણકારી મેળવી શકે છે. કાર્યક્રમમાં સ્ટુડન્ટસ સાથે અન્ય સંસ્થાઓના વડા પણ ઉપસ્થિત રહ્યાં હતા. ચૂંટણીના પરિણામની અસર પણ આ કાર્યક્રમમાં જોવા મળી હતી, ખૂબ ઓછી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે શહેરમાં બસોની સંખ્યા ઓછી છે

પ્રદુષણ ઓછું કરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ શહેરમાં ૨૦૧૮ના આંકડા મુજબ એએમટીએસ અને બીઆરટીએસની મળીને ૧૦૩૭ બસ છે, જે અમદાવાદ શહેરની વસ્તી પ્રમાણે ખૂબ ઓછી છે. સાથે જ બીઆરટીએસ ટ્રેક બનવાથી મુખ્ય રસ્તાઓની પહોળાઇ ઘટી છે, જેના કારણે વાહનોને ટ્રેફિકનો સામનો કરવો પડે છે, જે પ્રદુષણની માત્રામાં વધારો કરે છે. પ્રદુષણ ઓછું કરવા માટે સારી ઈન્સ્ટિટયૂશનના રિસર્ચ પર ધ્યાન આપવું અને વૃક્ષારોપણ દરમિયાન વાવેલા વૃક્ષોની જાળવણી કરવી જોઇએ. - ફાલ્ગુની જોશી, પર્યાવરણ મિત્ર

ચીનમાં ટ્વિટર બંધ થવા પાછળ પ્રદુષણના આંકડા પણ જવાબદાર

ચીનના બેજિંગમાં પ્રદુષણની માત્રા ખૂબ વધારે હતી, ત્યારે સરકાર દ્વારા રોજ હવામાં કેટલું પ્રદુષણ છે તેની જાણકારી લોકો સુધી પહોચાડવામાં આવતી હતી. પરંતુ સરકાર દ્વારા ખોટો ડેટા લોકો સુધી પહોચાડવામાં આવતો હતો. જેની સામે ચીનમાં આવેલી યુએસ એમ્બસી દ્વારા ટ્વિટર દ્વારા લોકો સુધી સાચા આંકડા પહોચાડવામાં આવ્યા હતા. જેની જાણકરી ચીન સરકારને પડતા ટ્વિટર પર રોક લગાવી હતી અને બીજા આંકડાઓ પર વિશ્વસ ન કરવા લોકોની અપીલ કરી હતી. પરંતુ ૨૦૧૨માં સરકાર દ્વારા પ્રદુષણ બાબતે સારી કામગીરી કરવામાં આવી હતી. - ડૉ. ઇગેન બી, યુએસ એમ્બસી

પ્રદુષણની માત્રા વધવાથી ઘણા રોગ વધ્યા છે

આજે વાતાવરણમાં પ્રદુષિત હવાના કારણે સામાન્ય લોકોના ફેફસામાં પણ કેન્સર જેવી ગંભીર બિમારીનો ભોગ બન્યા છે. પ્રદુષણની માત્રા એટલી વધારે છે કે આપણી મેડિકલ કોલેજના સ્ટુડન્ટસ માટે ફેફસાનો રંગ કાળો બની ચુક્યો છે. જ્યારે અમેરિકન સ્ટુડન્ટસ માટે તે ગુલાબી રંગના છે. આજે પ્રદુષણની માત્રા વધવાથી ઘણા રોગ પણ વધ્યા છે, તેના વિશે લોકોએ વધારે વિચાવાની જરૃર છે. - ડૉ. જયેશ પટેલ



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WktJcd
via Latest Gujarati News

Post a Comment

0 Comments