
નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં (એનઆઇએમસીજે) સ્ટુડન્ટસ દ્વારા ઇન્ડીપેનડેંટ માસ પાવરમાંં ૪૭માં એપિસોડમાં 'જળ એજ જીવન'વિશે એક્સપર્ટ દ્વારા પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પેનલ ડિસ્કશનમાં માસ પાવરના સ્ટુડન્ટ મિતેશ પરમાર અને નિકિતા બેદ તેમજ અકેસપર્ટ તરીકે ઇન્ફોર્મેનશ ડિપાર્ટમેન્ટના અભય રાવલ ઉપસ્થિત રહ્યાં હતા. આ વિશે એક્સપર્ટ અભય રાવલે કહ્યું કે, વધતી જતી વસ્તી,ખેતી અને ઔદ્યોગિકરણને લીધે ભૂગર્ભજળનો પાણીનો ઉપયોગ વધ્યો છે.
થોડા વર્ષોથી ઓછા પડેલા વરસાદને લીધે ભૂગર્ભજળમાં પણ ઘટાડો થયો છે. પાણીનો વપરાશ કરતા વેડફાટ વધુ પ્રમાણમાં થાય છે અને તેને લીધે લોકોમાં પાણીની માંગ તીવ્ર બની છે. એક તરફ લાંબો દરિયાકિનારાને લીધે ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવ છે તેમ છતાં સમુદ્રકિનારે રહેતી પ્રજા મીઠા પાણી માટે મુશ્કેલી અનુભવે છે. પેનલ ડિસ્કશનમાં મિતેશ પરમારે કહ્યું કે, અંતરિયાળ ગામડાંઓમાં હજુ પણ પાણીની તંગી અનુભવાય છે અને લોકો પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. શહેરમાં ૨૪ કલાક પાણી મળે છે ત્યારે ગામડાંના લોકોને ૨ કલાક પણ પાણી મળતું નથી. વરસાદી પાણીનો સંગ્રહ કરીને ગામડાંના લોકોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. પેનલ ડિસ્કશનમાં ૧૭ હજાર હેક્ટર જમીનમાં ટપક સિંચાઇ પદ્વતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવી રહી છે જેનાથી પાણીનો બગાડ અટકે છે ઉત્પાદનમાં વધારો થયો છે. છેવાડાના લોકોને પણ નહેર કે બીજા કોઇ ઉપાય દ્વારા પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M6UoWa
via Latest Gujarati News
0 Comments