
ઉનાળુ વેકેશનને પૂર્ણ થવાને ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે સ્કૂલો અને કોલેજોમાં વિવિધ બ્રાન્ચની એડમિશન પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે. કોલેજમાં એડમિશન લેવા અને ઇન્કવાયરી માટે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની લાઇનો શરૃ થઇ ગઇ છે તેમાં પણ ટૂંક સમયમાં ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામ બાદ તેમાં વધારો થઇ ગયો છે ત્યારે 'મદદ માત્ર પૈસાની જ ન હોય' તેવું માનનાર સેન્ટ ઝેવિયર્સ કોલેજના બીએસસી, બીસીએ, બી.કોમના સેકન્ડ અને થર્ડ યરના ૧૨ સ્ટુડન્ટની ટીમ એડમિશન માટે આવનાર વિદ્યાર્થીઓેને મદદ કરી રહી છે.
વેકેશનનો ટાઇમ ચાલી રહ્યો છે છતાં પોતાના મોજ મસ્તી પાછળ ટાઇમ ન વેડફતા આ સમયનો સદ્ઉપયોગ કરી શકાય તે માટે તેઓ સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી સેન્ટ ઝેવિયર્સના કોલેજ કેમ્પસમાં અને લેબમાં 'હેલ્પ ડેસ્ક' લગાવીને બેસે છે. આ ૧૨ સ્ટુડન્ટની ટીમ કોલેજમાં નવા આવનાર સ્ટુડન્ટ જેને એડમિશનની ઓનલાઇન પ્રોસેસ અને ડોક્યુમેન્ટ સબમિશનમાં ખબર ન પડે તો તેમને શરૃઆતથી અંત સુધી ઓનલાઇન ફોર્મ ફીલઅપ કરાવી આપે છે. વચ્ચે કોઇ માંદગી કે અન્ય કારણસર કોઇ પણ મેમ્બરને એક - બે દિવસની રજા જોઇએ તો તેની જગ્યા કોઇ બીજુ સ્ટુડન્ટ લે છે પણ કામ સતત ચાલુ રાખે છે. ૧૨ દિવસમાં આ સ્ટુડન્ટસે ૬૦થી વધારે સ્ટુજડન્ટસની મદદ કરી છે.
સિનિયરે મારુ ફોર્મ ભરી આપ્યું ત્યારે એ ભગવાન જેવા લાગ્યા હતા
અમે જ્યારે ફર્સ્ટ યરના એડમીશન માટે આવ્યા ત્યારે શું કરવું તે સુઝતુ નહતું. અજાણ્યાને પુછતા શરમ આવતી અને અંદરને અંદર મુંજાતા હતા ત્યારે અચાનક અમારા સીનીયર સ્ટુડન્ટસે આવીને પહેલેથી છેલ્લે સુધી એડમીશનની તમામ પ્રોસેસમાં મદદ કરી હતી ત્યારે તે અમને ભગવાન જેવા લાગ્યા હતા. તેથી આ પ્રકારનું કામ અમારે પણ કરવુ જોઇએ અને દર વર્ષે આ કામ થવુ જોઇએ તેવુ વિચારીને કોલેજ પાસેથી કે આવનાર કોઇ પણ વિદ્યાર્થી પાસેથી કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ૭ મેથી આ કામ શરૃ કર્યું છે. - મુર્તઝા લોખંડવાલા
હેલ્પ ડેસ્કમાં કોન્ટ્રીબ્યુશન આપવા એક વીકની ટૂર કેન્સલ કરી
વેકેશન દરમિયાન ફેમીલીએ એક વીકની ટૂર પર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો પરંતુ એક સ્ટુડન્ટ જ બીજા સ્ટુડન્ટની મદદ કરી શકે છે તે માટે હેલ્પ ડેસ્કમાં હું મારો સંપુર્ણ સહયોગ આપી શકુ તે માટે આ ટૂર કેન્સલ કરી અને નિયમિત રીતે મણિનગરથી આવી કોલેજમાં આવતા બેકવર્ડક્લાસના સ્ટુડન્ટસને મદદ કરુ છું - અનિકેત શર્મા
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WjNFvT
via Latest Gujarati News
0 Comments