
એચ.કે. ઓડિટોરીયમ ખાતે થિયેટર ગ્રુપ વ્હીસલ બ્લોવર તથા અન્ય થીયેટર ગ્રુપ દ્વારા ત્રણ એકાંકી નાટક 'નાચ,મહેમાન-ઓ વ્હાલા અને ઉર્ફે આલોનું મંચન કરવામાં આવ્યું હતું.
'મહેમાન-ઓ વ્હાલા'
લેખક- હસમુખ બારાડી
દિગ્દર્શક - અંકિત પટેલ
મોર્ડન ટેકનિકથી તૈયાર કરેલ સ્ટેજ પર મુખ્ય બે કલાકારો હતા. પતિ-પત્નીના લગ્નની પાંચમી એનિવર્સરી પર મહેમાનો આવવાના હોય છે અને ઘરનો દરવાજો બંધ થઇ જાય છે અને ઘણી મહેનત છતા તે ખુલતો નથી અને મહેમાનો દરવાજાની બીજી બાજુએ બારણું ખુલવાની રાહ જોઇને ઉભા હોય છે. ત્યારે તેઓ ખુરશી પર ચડી વેન્ટીલેટરની મદદથી મહેમાનોનુ સ્વાગત કરે છે. નાટકમાં પતિ-પત્ની વચ્ચે થતો સંવાદ ખુબ રસપ્રદ છે. આપણે પણ આપણા મનનો દરવાજો બંધ કરીને બેઠા છીએ. આપણે નવા લોકોને સ્વિકારવા તૈયાર નથી. આપણે આપણી જાતને છુટ્ટી મુકવાની જરૃર છે તેવો નાટક દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો. પાંચ વર્ષ આપણે સાથે જીવ્યા- સફળતાપુર્વક, એકબીજાને સહન કર્યા-સફળતાપુર્વક અને ભવિષ્યમાં પણ કરવાના છીએ- સફળતાપુર્વક જેવા ડાયલોગ શ્રોતાઓને ખુબ ગમ્યા હતા.
'નાચ'
લેખક અને દિગ્દર્શક- મૌલિક શ્રીમાળી
આ નાટકમાં આદિવાસીઆનેે દબાણપુર્વક સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવી તે તે મુદ્દા પર વાત કરવામાં આવી હતી. બિર્શામુંડાનું સ્ટેચ્યુ બનાવવાનું હોય છે અને તેના માટે આદિવાસી વિસ્તારો ખાલી કરવાનો હુકમ આપવામાં આવે છે. આ જ વિસ્તારમાં નૃત્યની એક મંડળી હોય છે જેને બિર્શામુંડાની મુર્તિના ઉદ્ધાટનમાં આ મંડળીને બોલાવવામાં આવે છે. અને તેઓ તેમની વાસ્તવિક પરિસ્થીત પર પ્રકાશ પાડે છે. નાટકમાં ગુજરાતીની સાથે સાથે વસાવી બોલી બોલાઇ છે અને આદિવાસી નૃત્ય, તેમની બોલી અને તેમના લગ્નના રિત-રિવાજોની નાટકમાં ડોક્યુમેન્ટ્રી કરવામાં આવી છે.નાટકમાં 'બીજાના પ્રવાસ માટે અમે પોતે જ રખડતા થઇ ગયા', 'આપણને મુર્તિની નહિ પણ મહાપુરુષોના વિચારોની જરૃર છે' તેમજ 'બિર્સામંડા આજે જિવતા હોત તો પોતાની જ મુર્તિના વિરોધમાં ઉભા હોત' જેવા ડાયલોગે શ્રોતાઓને વિચારતા કરી મુક્યા હતા.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M7O5S3
via Latest Gujarati News
0 Comments