(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
પાંચ લાખ રૃપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા સિનિયર સિટીઝન બેંકો અને પોસ્ટ ઓફિસમાં ફોર્મ નં. ૧૫એચ જમા કરાવી ડિપોઝિટ પરની વ્યાજની આવક પર ટીડીએસ એક્ઝમ્પશન મેળવી શકે છે તેમ સીબીડીટીના એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.
આ અગાઉ ટીડીએસ એેક્ઝમ્પશન મેળવવાની મર્યાદા ૨.૫ લાખ રૃપિયા હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ ૧૫ એચ અંગે નોટિફિકેશન જારી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯-૨૦ના યુનિયન બજેટમાં પાંચ લાખ સુધીની આવકને કરમુક્ત કરવામા આવી છે. જેના કારણે ૩ કરોડ મધ્યમ વર્ગના કરદાતાઓને ફાયદો થયો છે.
સીબીડીટીના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને નાણાકીય વર્ષની શરૃઆતમાં બેંકોમાં ફોર્મ નં. ૧૫ એચ જમા કરાવવું પડશે. આ ફોર્મ જમા કરાવવાથી તેમની વ્યાજની આવક પર ટીડીએસ કપાશે નહીં.
ઉલ્લેખનીય છે કે વાર્ષિક પાંચ લાખ રૃપિયા સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે બજેટ સત્રમાં કલમ ૮૭-એ હેઠળ મળતા રિબેટની રકમ ૨૫૦૦ રૃપિયાથી વધારી ૧૨,૫૦૦ રૃપિયા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ૨.૫ લાખ રૃપિયાથી વધુની આવક ધરાવતા કરદાતાઓના બેંક વ્યાજ પર ટીડીએસ કપાતું હતું.
સીબીડીટીના આ નિર્ણયને કારણે રિફન્ડ મેળવવા આઇટીઆર ભરવું સરળ રહેશે અને આવકવેરા વિભાગનું વહીવટી કાર્ય પણ ઘટશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HPwFEx
via Latest Gujarati News
0 Comments