(પીટીઆઇ) જયપુર, તા. ૨૩
રાજસ્થાનમાં ભાજપના ક્લિન સ્વીપ અંગે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું છે કે અમે વિનમ્રતાપૂર્વક લોકોના જનાધારને માનીશું.
ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે અમે વિનમ્રતાપૂર્વક લોકોના જનાધારને માનીશું. કોંગ્રેસે હંમેશા લોકશાહીને મજબૂત બનાવવાનું કાર્ય કર્યુ છે. મારા માનવા મુજબ રાજ્યના લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં પક્ષના કાર્યકરોએ પક્ષની નીતિઓ પર અમલ કરાવવાનું કાર્ય કર્યુ હતું.
ગેહલોેતે જણાવ્યું છે કે કોંગ્રેસ માટે દેશ સર્વોચ્ચ છે. જ્યારે બીજી બાજુ ભાજપનો એક માત્ર ઉદ્દેશ ગમે તે ભોગે સત્તા પ્રાપ્ત કરવાનો છે.
કોંગ્રેસ પ્રમુખે પ્રજાના કલ્યાણ અને વિકાસ મુદ્દે ચૂંટણી લડી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં પણ ભાજપે રાજ્યની તમામ ૨૫ બેઠકો જીતી લીધી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZA9Oz
via Latest Gujarati News
0 Comments