નવી દિલ્હી, તા. ૨૩
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે લોકસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ભાજપ પ્રમુખ અમિત શાહને આપ્યો છે.
ભાજપ નેતાઓની પ્રશંસા કરતા ઓમરે ટ્વિટર પર જણાવ્યું છે કે અમિત શાહ અને મોદીએ વિજયી ગઠબંધન રચ્યું હતું અને પ્રોફેશનલ રીતે પ્રચાર કર્યો હતો. એક્ઝિટ પોલના પરિણામ સાચા પુરવાર થયા છે. શાનદાર દેખાવ માટે હું ભાજપ અને એનડીએને અભિનંદન આપું છું.
ઉલ્લેખનીય છે કે ભાજપે ૨૦૧૪ના પરિણામનું પુનરાવર્તન કર્યુ છે.
ભાજપને બહુમતી માટે ૨૭૨ બેઠકની જરૃર છે અને તે હાલમાં ૩૦૦થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે એનડીએ ૩૫૦થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલના તારણ અંગે પણ ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે તમામ એકિઝિટ પોલ ખોટા પડી શકે નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HNtP2D
via Latest Gujarati News
0 Comments