રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મ માટે વિલનના પાત્ર માટે અભિમન્યુ સિંહને કાસ્ટ કર્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 મે 2019, સોમવાર

રોહિત શેટ્ટીએ તેની આગલી ફિલ્મમાં રણવીર સિંહ સાથે સોનૂ સુદને વિલન તરીકે લીધો હતો.  આગામી ફિલ્મમાં રોહિતે અભિમન્યુ સિંહને વિલન તરીકે કાસ્ટ કર્યો  છે. રોહિત શેટ્ટીની અક્ષય કુમાર અભિનિત ફિલ્મમાં અભિમન્યુ સિંહ વિલન તરીકે જોવા મળશે.

'' મને રોહિત સરે ૨૦૧૭ની તમિલ  એકશન-થ્રિલર ફિલ્મમાં કામ કરતો જોયો હતો.  આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી.જેમાં મેં વિલનનું પાત્ર ભજવ્યુ ંહતું. આ ફિલ્મનો મારો અભિનય રોહિતને પસંદ પડયો હતો. ફિલ્મ 'સૂર્યવંશી'ના પાત્રમાં પણ હું વિલન તરીકે ફિટ બેસી રહ્યો હોવાથી રોહિતે મને આ રોલ માટે લેવાનો નિર્ણય લીધો.,'' તેમ અભિમન્યુ સિંહે જણાવ્યુ ંહતું. 

તેણે વધુમાં કહ્યુ ંહતુ ંકે, '' આ એક રસપ્રદ પાત્ર છે. હું અને અક્ષય સર સાથે શૂટિંગ કરતા કરતા એકબીજાથી સારા  એવા પરિચિત થઇ ગયા છીએ. '' 

અભિમન્યુ સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત  રાકેશ ઓમપ્રકાશ મહેરા દિગ્દર્શિત ફિલ્મ 'અક્ષ'થી કરી હતી. અને છેલ્લે તે શ્રીદેવી અભિનિત ફિલ્મ 'મોમ'માં જોવા મળ્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WHlJyZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments