શ્રીનગર, તા. 29 મે 2019, બુધવાર
જમ્મુ-કાશ્મીરના કુલગામના મોહમ્મદપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જારી છે. દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 9 RR, 18 BN CRPF અને SOG કુલગામની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદી મોજૂદ હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન આદર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબમાં સુરક્ષા દળોએ પણ જડબાતોડ ફાયરિંગ કર્યું.
હજુ સુધી મૃત આતંકવાદીનું શબ કબ્જે થયું નથી. દરમિયાન કુલગામમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EEaHDM
via Latest Gujarati News
0 Comments