બંગાળમાં ભાજપના માર્યા ગયેલા કાર્યકરોના પરિવારજનોને પણ PMના શપથગ્રહણ સમારોહમાં આમંત્રણ

નવી દિલ્હી, તા. 29 મે 2019, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં વીઆઇપી હસ્તીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારોને પણ આમંત્રણ આપીને ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ભાજપે આવા 54 લોકોને શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.

30 મેના દિવસે વડાપ્રધાન મોદીની બીજી વખત તાજપોશી થવાની છે ત્યારે BIMSTEC દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ રાજકીય પક્ષોના અધ્યક્ષો, રાજકીય હસ્તીઓ, દેશના મહત્વના લોકોને બોલાવવામાં આવ્યાં છે.

આ વીઆઇપી હસ્તીઓ વચ્ચે કેટલાંક એવા ચહેરા પણ વડાપ્રધાનના શપથગ્રહણમાં સામેલ થશે જેમના પરિવારના લોકોએ પશ્ચિમ બંગાળમાં ભાજપને આગળ વધારવામાં પોતાના જીવ આપ્યાં. જે કાર્યકરોની હત્યા થઇ છે તેમના પરિવારજનોના દિલ્હીમાં રોકાવાની વ્યવસ્થા પણ ભાજપ તરફથી કરવામાં આવી છે. ભાજપના આ પગલાંને પશ્ચિમ બંગાળમાં કદ વધારવાની કવાયતમાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MeSVNw
via Latest Gujarati News

Post a Comment

0 Comments