જો જો તરબુચ ખાતી વખતે રાખો આટલું ધ્યાન...

ઉનાળાનું ફળ તરબુચ લગભગ દરેકને ભાવે છે. તેના સેવનથી શરીરને ઠંડક મળે છે. સાથે જ શરીરમાં પાણનું પ્રમાણ પણ જળવાયેલું રહે છે. ગુણોનો ભંડાર ગણાતા તરબુચનું સેવન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે વિચાર્યા વિના તરબુચ ખાશો તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. 


રાખો આટલું ધ્યાન

યોગ્ય પ્રમાણમાં તરબુચ ખાવામાં તો તેનાથી હેલ્થ સારી રહે છે પરંતુ જો તેને વધારે ખાઈ લેવામાં આવે તો અજિર્ણ, ગેસ અને પેટની તકલીફો થઇ શકે છે. નિયમાનુસાર તો એક વ્યક્તિએ એકવારમાં ૫૦૦ ગ્રામથી વધારે તરબુચ ના ખાવું જોઈએ. કેટલાક લોકોને વધારે તરબુચ વધારે ખાવાથી પગમાં સોજા, થાક લાગવો અને શુગર જેવી તકલીફો પણ થઇ શકે છે. 

આમ તો દિવસમાં ગમે ત્યારે તરબુચ ખાઈ શકાય પણ જો રાતે તરબુચ ખાઈએ તો ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. રાતે તરબુચ ડાઇજેસ્ટ કરવામાં તકલીફ પડે છે અને વજન પણ વધવા લાગે છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wt2yvS
via Latest Gujarati News

Post a Comment

0 Comments