
વારાણસી, તા.26 મે, 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરી તેઓ વારાણસીના મતદારોનો આભાર માનશે. નરેન્દ્ર મોદી પર ફરી વિશ્વાસ રાખી જીતાડવા બદલ મતદારોનો અને ભાજપ કાર્યકર્તાઓનો આભાર માનવા એક સભા સંબોધિત કરશે.
નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદમાં જાહેર સભા સંબોધી માતા હીરાબાની મુલાકાતે ગયા હતા. તેમણે શનિવારે ટ્વિટ કર્યુ હતું કે આવતીકાલે હું ગુજરાત જઇ માતના આશીવાર્દ મેળવીશ અને સોમવારે કાશીની મુલાકાત લઇ મારા પર ફરી વિશ્વાસ રાખવા માટે મતદારોનો આભાર માનીશ.
મોદીની મુલાકાતના પગલે વારાણસીમાં અત્યારથી જ અર્ધલશ્કરી દળો અને સુરક્ષા એજન્સીના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મોદી વારાણસી બેઠક પરથી ૪.૭૯ લાખ મતના માર્જીનથી જીત્યા છે, જે ગત ચૂંટણીના માર્જીનથી એક લાખ મત વધઆરે છે.
ચૂંટણી જીત્યા પછી વારાણસીમાં તેમની આ પહેલી મુલાકાત છે. ચૂંટણી દરમિયાન તેમણે વારાણસીના મતદારોને મતદાનની અપીલ કરતો એક વીડિયો પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં તેમણે પોતાને કાશીવાસી ગણાવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JFJeWc
via Latest Gujarati News
0 Comments