ડાયાબિટીઝને કંટ્રોલ કરે છે ગળો, જાણો અન્ય લાભ

હવે તો ડાયાબિટીઝને લોકો સામાન્ય બીમારી ગણવા લાગ્યાં છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાણીપીણીને લીધે ડાયાબિટીઝના દર્દીઓ સતત વધી રહ્યાં છે. આ બીમારી પોતે તો ગંભીર સમસ્યા છે જ સાથે તેનાથી બીજી ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. જેમને આ તકલીફ હોય તે લોકો ગિળોય કે ગળો ખાઈને ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખી શકે છે. 


ગળો ખાવાના ફાયદા

૧. ગળો નામના વનસ્પતિ ખાવાની બીજા પણ ઘણાં લાભ છે. તે ડાયાબિટીઝનો રામબાણ ઇલાજ છે.  તેમાં હાઈપોગ્લેસેમિક ગુણ હોય છે જે શુગરને માપમાં રાખે છે. 

૨. ગળાને આંખ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગળાનું પાણી ઉકાળીને ઠંડુ કર્યાં પછી આંખ પર છાંટવાથી લાભ થાય છે.


૩. તેમાં પાચનતંત્રને સુધારવાની શક્તિ છે. ગળાના સેવનથી અપચો, અજિર્ણ, મંદાગ્નિ, કબજિયાત, ગેસ અને મરડા જેવી તકલીફ મટે છે. 

૪. ગળો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી શરદી-સળેખમથી લઇને ગંભીર બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે. 




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I3CZrQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments