અર્જુન કપૂરને રૂપેરી પડદે ભાગ્ય સાથ નથી આપી રહ્યું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 મે 2019, સોમવાર

અર્જુન કપૂરની રીલિઝ થયેલી ફિલ્મોમાં માત્ર 'મુબારકાં' જ બોક્સ ઓફિસ પર ઠીક-ઠીક વ્યવસાય કર્યો હતો. તેની 'તેવર, હાફ ગર્લફ્રેન્ડ' અને નમસ્તે ઇંગ્લેડ' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. તેથી અર્જુનને 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' ફિલ્મથી બહુ આશા હતી, પરંતુ આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર ખાસ ઉકાળી શકી નથી. 

ફિલ્મએ પહેલા દિવસે જ ફક્ત રૂપિયા બે કરોડ દસ લાખનો વ્યવસાય કર્યો હતો.આ એક ખરાબ શરૂઆત હતી. શનિઅને રવિવારે ૩.૦૩ અને ૩.૫૩ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.ત્રણ દિવસમોમાં આ ફિલ્મ ફક્ત રૂપિયાઆઠ કરોડ અને છાસઠ લાખનું કલેકશન જ કરી શકી. 

વીકેન્ડમાં જ ફિલ્મનું કલેકશન ન થયુ ંહોવાથી, વીકડેઝમાં આ ફિલ્મ માટે ખાસ આશા રહી નથી. તેથી માની લેવું જોઇએ કે આ ફિલ્મ નિષ્ફળ રહી છે. પરિણામે અર્જુનને મોટો ફટકો પડયો છે. 

જોકે આ ફિલ્મને ક્રિટિક્સે વખાણી હતી, પરંતુ દર્શકોએ પસંદ કરી નહીં. આ ફિલ્મના નબળો પ્રચાર  કહેવાય છે. તેમજ આ ફિલ્મમાં અર્જુન સિવાય કોઇ જાણીતો ચહેરો પણ નથી. 

અર્જુનની આગામી બે ફિલ્મો આવવાની છે જેમાં એક દિવાકર બેનર્જીની 'સંદીપ અને પિંકી ફરાર ' છે. તેમજ તે આશુતોશ ગોવારીકરની 'પાનીપત'માં પણ એ કામ કરી રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XbBT3N
via Latest Gujarati News

Post a Comment

0 Comments