કિયારા અડવાણી પ્રથમ વખત લીડ રોલમાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 મે 2019, સોમવાર

અભિનેત્રી કિયારા અડવાણીને પ્રથમ વખત લીડ રોલવાળી ફિલ્મ મળી છે. આ ફિલ્મનું નામ 'ઇંદુ કી જવાની હૈ' છે. કિયારાએ જ  ઉત્સાહિત થઇને સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મ મહિલા કેન્દ્રિત હશે. 

'' ઇંદુ તેજ, પ્યારીઅને વિચિત્ર યુવતી છે. આવું પાત્ર હજી સુધી મેં ભજવ્યુ ંનથી. આ પાત્રને ન્યાય આપવા મારે ઘણી વર્કશોપ કરવી પડશે. મહિલા પ્રધાન ફિલ્મોમાં કામ કરવું એ દરેક અભિનેત્રીનું શમણું હોય છે,'' તેમ કિયારાએજણાવ્યું હતું. 

આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે. આ ઉપરાંત કિયારા 'શેરશાહને લઇને પણ ચર્ચામાં છે.આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. 

કિયારાનું અસલી નામ આલિયાઅડવાણી છે. પરંતુ સલમાને તેને નામ બદલવાની સલાહ આપી હતી. સલમાનનું કહેવું હતુ ંકે, આલિયા ભટ્ટ નામની એક અભિનેત્રી બોલીવૂડમાં છે, તેથી એક જ નામની બે અભિનેત્રીઓ હોય તે યોગ્ય નથી. કિયારાએ સલમાનની સલાહ માનીને પોતાનું નામ બદલાવી નાખ્યું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K7De8g
via Latest Gujarati News

Post a Comment

0 Comments