રણવીર સિંહનું આગામી પિકચર યશરાજ સાથે હશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 મે 2019, સોમવાર

રણવીર સિંહની આગામી ફિલ્મ ફાઇનલ થઇ ચુકી છે. તેણે યશરાજ ફિલ્મ સાથે  હાથ મેળવ્યા છે. આ ફિલ્મનું શિર્ષક 'જયંતભાઇ જોરદાર' હશે, જેમાં રણવીર ગુજરાતી પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મની સત્તાવાર ઘોષણા જલદી જ કરવામાં ાવશે. 

'' યશરાજે મન ેપોતાની ફિલ્મ માટે પસંદ કર્યો એ માટે મને ગર્વ છે. આજે બોલીવૂડના માંધાતાઓએ મારી ટેલન્ટને પારખી છે.તેથી તેમનો વિશ્વાસ મારા પર ટકી રહે એ જવાબદારી મારી છે. '૮૩' બાદ જયંતભાઇ જોરદાર મારી આગામી ફિલ્મ હશે.આ ફિલ્મ દરેક વર્ગ અને વયના લોકો માટે હશે. હું તોએમ કહીશ કે આ એક 'જાદુઇ સ્ક્રિપ્ટ' છે જેના માટે મને યશરાજે પસંદ કર્યો. 

આ ફિલ્મ મનોરંજન પૂરું પાડનારી હશે. રણવીરે અત્યાર સુધીમાં રૂપેરી પડદે, ડ્રામા, પીરિયડ ડ્રામા, રોમાન્સ અને નેગેટિવ પાત્રો ભજવ્યા છે. પરંતુ હજી સુધી દર્શકોએ તેની કોમેડી માણી નથી, જે હવે માણવા મળશે. 

આ ફિલ્મની સ્ક્રિપ્ટ  દિવ્યાંગ ઠક્કરની છે, અને દિગ્દર્શન પણ તેનું જ છે. દિવ્યાંગ આ ફિલ્મ દ્વારા દિગ્દર્શનમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબરમાં શરૂ થાય તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JIwfDj
via Latest Gujarati News

Post a Comment

0 Comments