
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 મે 2019, સોમવાર
અજય દેવગણના પિતા અને એકશન ડાયરેકટર વીરુ દેવગણનું સોમવારે સવારે નિધન થયું હતું. તેમને મુંબઇના પરા સાંતાક્રુઝની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વીરુ દેવગણને હાર્ટ એટેક આવ્યો હતો. અજયને અભિનેતા બનાવામાં સદગતનો મહત્વનો ફાળો હતો.
વીરુ દેવગણ ઘરમાં ભોજન કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ ખુરશી પરથી પડી ગયા હતા. કાજોલ તેમને ેહોસ્પિટલમાં લઇ ગઇ હતી જ્યાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. આ સમયે અજય મુંબઇ ફિલ્મ સિટીમાં 'તાનાજી'નું શૂટિંગ કરી રહ્યો હતો. કાજોલનો ફોન કરતાં જ અજય પણ શૂટિંગ છોડીને હોસ્પિટલ પહોંચ્યો હતો.
વીરુ દેવગણે ૧૯૬૭માં ફિલ્મ 'અમિતા'થી સ્ટંટમેન તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓ મૂળ પંજાબના અમૃતસરના રહેવાસી હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. તેમણે હિંદી સિનેમા જગતમાં લગભગ ૮૦થી પણવધુ ફિલ્મોના એકશન સીન ડિરેક્ટ કર્યા હતા. આ ઉપરાંત તેમણે ૧૯૯૯માં 'હિંદુસ્તાન કી કસમ' નું દિગ્દર્શન કર્યું હતું. વીરુ દેવગણે સ્ટ સીન ડાયરેકટર ઉપરાંત અભિનેતા, પ્રોડયુસર અને સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. તેમણે 'રોટી કપડા અને મકાન' ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું.
વીરુ દેવગણે ફિલ્મોમાં કામ કરવા માટે મિત્રો સાથે અમૃતસરથી મુંબઇ આવ્યા હતા. અહીં તેમને ઘણો સંઘર્ષ કરવો પડયો હતો, તેમના મિત્રો ફરી અમૃતસર જતા રહ્યા હતા, પરંતુ વીરુએ મુંબઇમાં જ પોતાનું ભાગ્ય બનાવાનો નિર્ણય કરી લીધો હોવાથી તેઓ હિંમત હાર્યા નહીં.
આ દરમિયાન તેમમએ હીરો બનવા માટે અનેક સ્ટુડિયોઝના ચક્કર લગાવ્યા. પૈસા કમાવા માટે કાર ધોતા હતા, કારપેન્ટરની નોકરી પણ કરી હતી. જોકે તેઓ હીરો ન બની શક્યા, પરંતુ પુત્ર અજયને તેમણે સ્ટાર બનાવી દીધો.
વીરુ દેવગણે એકટર તરીકે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'ક્રાંતિ, સૌરભ અને સિંહાસન શામેલ છે. જ્યારે તેમણે 'હિંદુસ્તાન કી કસમ, દિલ ક્યા કરે અન ેસિંહાસન' ફિલ્મને પ્રોડયુસ કરી હતી.
તેમજ 'વિશ્વાત્મા અને મેરા પતિ સિર્ફ મેરા હૈ' ફિલ્મ માટે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું.
તેમણે 'આજ કા ્અર્જુન, રામ તેરી ગંગા મેલી ગઇ, વિજય પથ, દિલજલે, એક હી રાસ્તા, પ્રેમ રોગ, આખરી રાસ્તા, સોને પે સુહાગા, ખુન ભરી માંગ જેવી અનેક ફિલ્મોના સ્ટંટ સીન ડિરેકટ કર્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8WwtN
via Latest Gujarati News
0 Comments