ભારત માટેના ક્રેડિટ મતનો આધાર નવી સરકાર કેવી નીતિઓ અપનાવે છે તેના પર રહેશે: મૂડી'સ

મુંબઈ,  તા.23 મે, 2019, ગુરૂવાર

ભારત માટેનો પોતાનો  ક્રેડિટ મત નવી સરકાર કેવી નીતિઓ અપનાવે છે તેના પર આધાર રાખશે અને ભારત રાજકોષિય શિસ્તતાની યોજનાને જાળવી રાખશે  એવી અપેક્ષા હોવાનું મૂડી'સ દ્વારા જણાવાયંએ હતું. 

ભારતની સામાન્ય ચૂંટણીના પરિણામોની કોઈપણ ક્રેડિટ અસરો નવી સરકાર દ્વારા સ્વીકારાનારી નીતિઓ પર આધાર રાખશે.આ પોલિસીઓ ઘડાવાની બાકી છે. 

રાજકોષિય શિસ્તતા તરફ જોરદાર બળ જરૂરી હોવાનું મૂડી'સ અપેક્ષા રાખે છે. કેન્દ્રમાં હવે પછી ફરી ભાજપની આગેવાની હેઠળની સરકાર રચવા જઈ રહી છે.

 ૨૦૧૭માં મૂડી'સે ભારતના રેટિંગને બીએએ૩ પરથી સુધારી બીએએ૨ કર્યું હતું અને આઉટલુક પોઝિટિવમાંથી સ્ટેબલ કર્યું હતું અને જણાવ્યું હતું કે સુધારાઓ દેવાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરશે.

ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એકટ પ્રમાણે, રાજકોષિય શિસ્તતાના  માર્ગથી ફંટાઈને સરકારે તેના વચગાળાના બજેટમાં નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ની રાજકોષિય ખાધ જીડીપીના ૩.૪૦ ટકા રહેવા અંદાજ મૂકયો છે, જ્યારે મૂળ ટાર્ગેટ ૩.૧૦ ટકાનો હતો. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં રાજકોષિય ખાધ જીડીપીના ૩.૪૦ ટકા રહી હતી. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30EXy6H
via Latest Gujarati News

Post a Comment

0 Comments