
નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મે એમ નથી કહ્યું કે હું મોદીને થપ્પડ મારવા માગુ છું, મે કહ્યું હતું કે મોદીને લોકશાહીની થપ્પડ મળશે.
મમતાએ કહ્યું કે મોદી કહી રહ્યા છે કે મમતા તેમને થપ્પડ મારવા માગે છે, પણ તેઓ સમજ્યા નહીં, મે કહ્યું હતું કે હું નહીં પણ લોકશાહી મોદીને થપ્પડ મારશે, મારી ભાષાને સમજવાની કોશીશ કરો.
મમતાએ સાથે દાવો કર્યો હતો કે મારે તમારા જેવાને કેમ મારવા જોઇએ, હું તે પ્રકારની વ્યક્તિ નથી. પશ્ચિમ બંગાળમાં રઘુનાથપુરમાં એક રેલીને સંબોધતી વેળાએ મમતાએ મંગળવારે જણાવ્યું હતું કે મોદીને લોકશાહીની એક તિવ્ર થપ્પડ પડવી જોઇએ.
મમતાના નિવેદનને ટાંકીને મોદીએ કહ્યું હતું કે મમતા બેનરજી મને થપ્પડ મારવા માગે છે. જેથી હવે મમતાએ પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ હતો કે આ દેશની જનતા તમારી વિરુદ્ધ મતદાન કરીને તમને લોકશાહીની એક થપ્પડ મારશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HbucE8
via Latest Gujarati News
0 Comments