વડાપ્રધાન મોદીએ એરફોર્સના વિમાનોને પોતાની ટેક્સી બનાવી : કોંગ્રેસ


ભાજપના ટેકાવાળી વી પી સિંહ સરકારે વધુ સુરક્ષા ન આપતા રાજીવ ગાંધીની હત્યા થઇ હતી : એહમદ પટેલ 

પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર

કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભારતીય એરફોર્સના વિમાનોનો ઉપયોગ કર્યો અને એક ટ્રિપનું ફક્ત ૭૪૪ રૃપિયા ભાડું ચુકવ્યું હતું. 

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ મીડિયાના અહેવાલનો સંદર્ભ આપીને વડાપ્રધાન મોદીને નિશાન બનાવ્યા હતાં. 

આરટીઆઇ હેઠળ મેળવવામાં આવેલી માહિતી પરથી મીડિયામાં જારી થયેલા અહેવાલ મુજબ ભારતીય જનતા પાર્ટીએ કુલ ૨૪૦ બિન સત્તાવાર ડોમેસ્ટિક ટ્રીપ માટે ૧.૪૦ કરોડ રૃપિયા ચૂકવ્યા હતાં. મોદીએ વડાપ્રધાન બન્યા પછી જાન્યુઆરી, ૨૦૧૯ સુધીમાં આઇએએફના વિમાનમાં ૨૪૦ વખત મુસાફરી કરી હતી. 

જો કે આ પૈકી કેટલીક ટ્રિપ એવી હતી કે તેના માટે ફક્ત ૭૪૪ રૃપિયા જ ચૂકવવામાં આવ્યા હતાં. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ મોદીએ આ સવારી કરી હતી.  આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે જણાવ્યું છે કે રાજવ ગાંધીની હત્યા માટે કોણ જવાબદાર છે? એજન્સીઓએ ચેતવણી આપી હોવા છતાં ભાજપ સમર્થિત વી પી સિંહ સરકારે રાજીવ ગાંધીને વધારાની સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hbn4Zi
via Latest Gujarati News

Post a Comment

0 Comments