
ભાજપના શાસનમાં બેકારી છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ : મોદી મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા પરથી પકોડા વેચવા પર આવી ગયા
(પીટીઆઇ) સિરસા(હરિયાણા), તા. 9 મે, 2019, ગુરૂવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ એરક્રાફ્ટ સમજૂતી મુદ્દે ફરી એક વખત વડાપ્રધાનને નિશાન બનાવ્યા છે. મોદી દ્વારા રાજીવ ગાંધીને ભ્રષ્ટાચાર નં. ૧ કહેવા બદલ રાહુલે તેમને નિશાન બનાવ્યા છે.
રાહુલે દેશમાં વધી રહેલી બેકારી મુદ્દે પણ વડાપ્રધાનની ટીકા કરી છે. રાહુલે આજે વડાપ્રધાનને જણાવ્યું હતું કે તમે ભલે રાજીવ ગાંધી અને મારા વિશે વાત કરો પણ તમે રફાલ મુદ્દે શું કર્યુ તે પણ દેશને બતાવો. બે કરોડ યુવાનોને રોજગારી આપવાના વચનનું શું થયું તે પણ દેશને બતાવો.
હરિયાણાના સિરસામાં ચૂંટણી રેલીને સંબોેધતા રાહુલે જણાવ્યું હતું કે શું તમે ખેડૂતોને તેમની પેદાશોની યોગ્ય કીંમત આપી? શું તમે લોકોના બેંક ખાતામાં ૧૫ લાખ રૃપિયા જમા કરાવ્યા? રાહુલે વડાપ્રધાનની ટીકા કરતા જણાવ્યું હતું કે વર્તમાન ભાજપ સરકારે ચૂંટણી પહેલા આપેલા વચનો પૂર્ણ કર્યા નથી.
રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત જણાવ્યું હતું કે રફાલ સમજૂતીથી ફક્ત વડાપ્રધાનના ઔદ્યોગિક મિત્રને ફાયદો થયો છે. ૫૬ ઇંચની છાતી ધરાવતા વડાપ્રધાને આ વખતના ચૂંટણી પ્રચારમાં ખેડૂતોની સમસ્યાઓ અને બેકારી મુદ્દે કોઇ વાત કરી નથી.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. રાહુલે જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યાં પણ જાય છે ત્યાં નફરત ફેલાવે છે. તે એક રાજ્યમાં જઇને બીજા રાજયના લોકોની વિરુદ્ધ બોલે છે. તે મહારાષ્ટ્ર જાય છે તો તે ત્યાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની વિરુદ્ધ બોલે છે.
તેઓ એક ધર્મના લોકોને બીજા ધર્મના લોકો સાથે લડાવે છે. હરિયાણા કોંગ્રેસ પ્રમુખ અશોક તનવરના સમર્થનમાં રાહુલ ચૂંટણી રેલીને સંબોધી રહ્યાં હતાં. હરિયાણાની ૧૦ લોકસભા બેઠક પર છઠ્ઠા તબક્કા હેઠળ ૧૨ મેના રોજ ચૂંટણી છે. રાહુલે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં બેકારીનો દર છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ જોવા મળ્યો છે.
રાહુલે જણાવ્યું હતું કે શરૃઆતમાં વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયાની વાત કરી. ત્યારબાદ સ્ટાર્ટ અપ ઇન્ડિયા પછી સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને છેલ્લે પકોડા વેચવાને સારી રોજગારી ગણાવી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JpVaum
via Latest Gujarati News
0 Comments