મોદીનું જુઠ્ઠાણું- રાજીવ ગાંધીએ 'વિરાટનો અંગત ઉપયોગ કર્યો ન હતો : પૂર્વ એડમિરલ એલ રામદાસ


નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી યુદ્ધજહાજ આઇએનએસ વિરાટનો ઉપયોગ પર્સનલ ટેક્સી તરીકે ફેમિલી હોલિડે માટે કરતા હતા હોવાના વડાપ્રધાન મોદીના દાવાને  પૂર્વ એડમિરલ એલ રામદાસ અને અરુણ પ્રકાશે ફગાવી દીધા છે.  આઇએનએસ વિરાટના તત્કાલીન કમાન્ડિંગ ઓફિસર વિનોદ પસરીચાએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો છે. 

એડમિરલ રામદાસે વડાપ્રધાન મોદીના દાવા પછી ગુરૃવારે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે રાજીવ ગાંધીની લક્ષદ્વીપ યાત્રા સત્તાવાર હતી અને તે પિકનિક પર ન હતાં. 

બુધવારે દિલ્હીના રામલીલા મેદાનમાં એક જનસભાને સંબોેધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૮૭માં પિકનિક મનાવવા માટે સ્વર્ગસ્થ વડાપ્રધાને આઇએનએસ વિરાટનો અંગત ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હતો અને તે પોતાના પરિવાર અને સોનિયા ગાંધીના પરિવારની સાથે દસ દિવસો માટે એક દ્વીપ પર રજાઓ ગાળવા ગયા હતાં. 

મોદીએ આ અંગે ટ્વિટ કરી ઇન્ડિયા ટુડેના અહેવાલનો પણ સંદર્ભ આપ્યો હતો. જેમા જણાવવામાં આવ્યું હતું કે પિકનિક માટે જનારાઓમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને ત્રણ બાળકો પણ સામેલ હતાં. તેમના ભાઇ અજિતાભની દીકરી પણ સામેલ હતી. આ ઉપરાંત પ્રિયંકા અને રાહુલ ગાંધીના ૪ મિત્રો, સોનિયા ગાંધીની બહેન, બનેવી અને તેમની દીકરી તથા સોનિયા ગાંધીની માતા, તેમના ભાઇ અને મામા પણ સામેલ હતાં. 

૩૨ વર્ષ જૂની આ ઘટના અંગે એડમરિલ રામદાસે આઇએનએસ વિરાટના તત્કાલીન કેપ્ટન અમને વાઇસ એડરમિરલ વિનોદ પસરીચા, આઇએનએસ વિંધ્યાગિરીના કમાન્ડિંગ અધિકારી એડમિરલ અરુણ પ્રકાશ અને આઇએનએસ વિરાટની સાથે ચાલી રહેલા આઇએનએસ ગંગાના કમાન્ડિંગ અધિકારી વાઇસ એડમિરલ મદનજિત સિંહના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

પૂર્વ એડમિરલ રામદાસે જણાવ્યું હતું કે તે સમયે સધર્ન નેવલ કમાન્ડના ક્માન્ડિંગ ઇન ચીફ હોવાને કારણે હું પણ આઇએનએસ વિરાટ પર સવાર હતો. મેં વડાપ્રધાન અને તેમની પત્ની માટે ડિનરનું આયોજન કર્યુ હતું. આ સિવાય વિરાટ પર અન્ય કોઇ પાર્ટી થઇ ન હતી અને તેમની સાથે કોઇ વિદેશી વ્યકિત ન હતી. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું છે કે મોદી સતત જૂઠ બોલી રહ્યાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JcoBkl
via Latest Gujarati News

Post a Comment

0 Comments