(પીટીઆઇ) સિંગાપોર, તા. ૧૦
ફેક ન્યૂઝના દૂષણને ડામવા માટે સિંગાપોર સરકારે એક કાયદો પસાર કર્યો છે. આ કાયદા હેઠળ સરકાર હવે ફેક કન્ટેક્ટ કે ન્યૂઝને બ્લોક કરવા અથવા હટાવવાને આદેશ આપી શકે છે.
વર્કસ પાર્ટીના નેતા ડેનિયલ ગોહે ફેસબુક પર જણાવ્યું હતું કે ફેક ન્યૂઝ કાયદો ૭૨ વિરુદ્ધ ૯ મતોથી પસાર કરવામાં આવ્યો છે.
આ કાયદાનો ભંગ કરનારને દસ વર્ષની સજા અને મોટી રકમનો દંડ ફટકારવામાં આવશે. આ કાયદાને કારણે ચૂંટણીના સમયે મતદારોને ફેક ન્યૂઝથી પ્રભાવિત કરી શકાશે નહીં.
જો કે વિપક્ષે આરોપ મૂક્યો છે કે ન્યૂઝ ફેક છે કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં સરકાર પક્ષપાતી વલણ અપનાવી શકે છે
સિંગાપોરના કાયદા પ્રધને જણાવ્યું છે કે ફેક સામગ્રી દૂર કરવાની જવાબદારી ટેકનોલોજી કંપનીઓને સોંપવામાં આવશે.
ૂબીજી તરફ માનવાધિકાર પંચે આ કાયદાની ટીકા કરતા જણાવ્યું છે કે આ કાયદાથી વાણી સ્વતંત્રતા પર તરાપ મૂકવામાં આવી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vqvc0S
via Latest Gujarati News
0 Comments