પ્રભાસની આગામી ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરે તેવી ચર્ચા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 22 મે 2019, બુધવાર

સોમવારે પ્રભાસે પોતાની આગામી ફિલ્મ 'સાહો'નું ઓફિશિયલ પોસ્ટર સોશિયલમ ીડિયા પર શેયર કર્યું હતું. 

મળેલી વાતને સાચી માનીએ તો, ફિલ્મસર્જકે આ ફિલ્મમાં કેમિયો કરવા માટે સલમાન ખાનનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં વિલનના પાત્રમાં નીલ નિતીન મુકેશ કામ કરી રહ્યો છે. તેના સલમાન સાથે સારા સંબંધ હોવાથી તેણે જ સલમાનનું નામ સૂચવ્યું હોવાનુ ંકહેવાય છે. 

મોટા ભાગનું શૂટિંગ થઇ ગયું છે, જો સલમાન કેમિયો કરવા રાજી થાય તો તેના હિસ્સાને ફિલ્મના ફાઇનલ ડ્રાફ્ટ સાથે જોડવામાં આવશે. આ ફિલ્મને સુજીત સરકાર બનાવી રહ્યો છે, જેનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા જેટલું હોવાનું કહેવાય છે. 

ફિલ્મને હિંદીમાં ડબિંગ કરવા માટે પ્રભાસ હિંદીના ક્લાસ પણ લઇ રહ્યો છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પ્રભાસ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મને હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXFLJd
via Latest Gujarati News

Post a Comment

0 Comments