
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.22 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવેલા ઓપિનીયન પોલમાં ભાજપનો વિજય થશે અને દેશમાં સત્તા પર ફરી મોદી સરકાર આવશે. એવા તારણ આવ્યા છે. આવતીકાલે ચૂંટણીના પરિણામ આવશે. તેના પગલે મુંબઇના ભાજપે વિજયની ઉજવણી માટે ઠેર ઠેર તૈયારીઓ કરી દીધી છે. મોટા એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકશે, લાદુનું વિતરણ તેમજ કેક સુદ્ધા કાપીને વિજયની ઉજવણી કરવાની તૈયારી કરી છે.
ભાજપની મહારાષ્ટ્ર પ્રદેશની ઓફિસ પાસે મોટી એલ.ઇ.ડી સ્ક્રીન, મુંબઇ ભાજપની ઓફિસ દાદર વંસતસમૃતિ પાસે એલ.ઇ.ડી. સ્ક્રીન કાલબાદેવીમાં ભારત ભવન પાસે એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકીને ચૂંટણીના પરિણામોનું સીધુ પ્રસારણ જોવા માટે ભાજપના વિધાનસભ્ય રાજ પુરોહિતે વ્યવસ્થા કરી છે. આ સિવાય ત્યાં લાડુનું વિતરણ અને કેક કાપીને ભાજપના વિજયની ઉજવણી કરાશે.
જ્યારે સી.પી. ટેન્ક ખાતે ભાજપના પ્રવક્તા અને નગરસેવક અતુલ શાહ પણ એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકીને ચૂંટણીના પરિણામ લોકોને નિહાળવા મળસે. ત્યાં લાડુનું વિતરણ તેમજ કેક પણ કાપવામાં આવશે.
બોરીવલીની એસ.વી.રોડ, હાઇવે પર પણ ભાજપના કાર્યકર્તાઓ એલ.ઇ.ડી. સ્ક્રીનમ ૂકશે. ત્યાં લાડુનું વિતરણ કરીને વિજયનો આનંદ લેવાશે. આ અંગે ભાજપના સાંસદ અને ઉમેદવારી ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે મારા કાર્યકર્તાઓ તથા અમુક સંસ્થાઓ સ્વેચ્છિક રીતે આગળ આવીને ભાજપના વિજય અને ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનતી હોવાથી વિજય ઉજવણી માટે લાડુ તૈયાર કરીને વિતરણ કરસે. આ સિવાય મુંબઇમાં ઠેર ઠેર ભાજપના વિજયની ઉજવણી થશે.
આ ઉપરાંત નવી મુંબઇના વાશી ખાતે એ.પી.એમ.સી. મસાલા માર્કેટ અને ભાજપના શુભેચ્છકો દ્વારા ભાજપના વિજયની ભવ્ય ઉજવણી કરવાના છે. તેઓ નાસ્તા અને જ્યુસની વ્યવસ્થા કરી છે, એમ નવી મુંબઇ કોમોડીટીસ બ્રોકર્સ અને ટ્રેડ વેલ્ફર એસોસિયેશનના ચેરમેન અરુણ ભીંડેએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X1m13E
via Latest Gujarati News
0 Comments