
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.22 મે 2019, બુધવાર
વીર જીજામાતા પ્રાણી સંગ્રહાલય અને ઉદ્યાનમાં (રાણીબાગ) ટુંક સમયમાં સિંહ, શિયાળની જોડી તેમજ દેશી રિંચ પ્રાણી સુરતથી લાવવામાં આવશે.
આ અગાઉ દિપડો, બારસિંગની જોડી રાણીબાગમાં લાવવામાં આવ્યા હતા. મુંબઇ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચ રાણીબાગનો લૂક બદલી રહી છે. તેમાં વિવિધ પ્રકારના પક્ષી તેમજ પ્રાણીઓ લાવી રહી છે. તેઓ માટે આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.
હાલમાં રાણીબાગમાં સિંહના પિંજરાનું કામ શરૂ છે. ત્યાં ગુજરાતના ગીર અભ્યારણ્ય પરિસરના ગામડાના ઝૂંપડાનું સ્વરૂપ અપાશે. પર્યટકોને સિંહને જોવા માટે વી. વિંગ શેલ્ટર તૈયાર કરાય છે. સિંહના પિંજરામાં બાંબુના વૃક્ષો, ઘાસ, પથ્થર, બેસવા માટે આસનની વ્યવસ્થા હશે.
આ ઉપરાંત વિદેશી પ્રાણીઓ રાણીબાગમાં લાવવામાં આવશે. તે માટે કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય પાસે પરવાનગી માગી છે. રાણીબાગના વિકાસ પાછળ પાલિકાને આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ સિવાય જગ્વાર, ચિત્તા, ઝેબ્રા, જળઘોડો, જીરાફ, મેડ્રિલ મંકી, ઓકાપી, ઇમુ, શહામૃગ, ચિંપાઝી, લેસર પ્લેમિગો, રિંગટેલ, લેમૂર જેવા પ્રાણી પણ રાણીબાગમાં લાવવામાં આવશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ElCtEP
via Latest Gujarati News
0 Comments