
મુંબઇ, તા.22 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટમીના આવતી કાલે જાહેર થનારાં પરિણામો સમગ્ર મુંબઇમાંના ટ્રાફિક પોલીસના લગભગ ૨૦ ડિજિટલ સાઇનબોર્ડ પર રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, મંત્રાલયના વિસ્તારમાં મૂકાયેલાં ચાર ડિજિટલ સાઇનબોર્ડ પર પણ આ પરિણામો દર્શાવાશે એમ મુખ્ય ઇલેક્ટોરલ ઓફિસના અધિકારીઓએ કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે લોકસભાની મુંબઇની છ સીટના મતવિસ્તારમાં સાઇનબોર્ડના સ્થળો નક્કી કરવા મુંબઇ ટ્રાફિક પોલીસ સાથે અમારી મંત્રણા ચાલી રહી છે. અમે સૌ પ્રથમ વખત ચૂંટણીના પરિણામો આ રીતે ડિજિટલ સાઇનબોર્ડ પર રજૂ કરી રહ્યા છીએ. રાજ્યના રીટર્નિંગ ઓફિસરોને પણ શક્ય હોય ત્યાં સાઇન બોર્ડ પર પરિણામો રજૂ કરવા જણાવાયું છે એમ એક અધિકારીએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામો ઝડપથી જાહેર કરાય તે માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અમે મતગણનાના પ્રત્યેક દોર (રાઉન્ડ) બાદ તમામ રીટર્નિંગ ઓફિસર પાસેથધી ઓનલાઇન અપડેટ (છેલ્લામાં છેલ્લી) મેળવીશું. અમે હોટલાઇન મારફતે પણ રીટર્નિંગ ઓફિસરોના સંપર્કમાં રહીશું. લોકો વેબસાઇટ તથા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરો મારફતે પણ પરિણામો જાણી શકશે.
અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી)મશીનો સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવાયાં હોવાથી ચૂંટણીની ફરજ પરના કર્મચારીઓને પ્રત્યેક વિધાનસભ્ય મતક્ષેત્રનાં પાંચ વીવીપીએટી મશીનોની સ્લિપોની ચકાસણીની પણ તાલીમ આપવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VTksZj
via Latest Gujarati News
0 Comments