
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.22 મે 2019, બુધવાર
૧૭મી લોકસભાની યોજાયેલી ચૂંટણીનું મતગણતરી આવતીકાલ સવારથી શરૂ થશે. મુંબઇની છ લોકસભાની બેઠકની મતગણતરી શહેરમાં ત્રણ ઠેકાણે થશે. ગોરેગામ નેસ્કો, વિક્રોલીમાં ગોદરેજડ અને શિવડીમાં બોમ્બ પોર્ટટ્રસ્ટ ખાતે થશે. મતગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. આ માટે રાજ્ય ચૂંટણી પંચની યંત્રણા સુસજ્જ બની છે અને પાકો પોલીસ બંદોબસ્ત પણ ઉપલબ્ધ છે.
ઉત્તર મુંબઇ (દહિંસરથી મલાડ) લોકસભા મતદાર ક્ષેત્ર, ઉત્તર પશ્ચિમ મુંબઇ ગોરેગામ, દિંડોશી, અંધેરી વર્સોવા) લોકસભા મતદાર ક્ષેત્ર અને ઉત્તર મધ્ય મુંબઇ (વિલેપાર્લે, ચાંદીવલી, કુર્લા, કાલિના, ખાર બાંદરા) લોકસભા મતદારક્ષેત્ર એમ ત્રણેય લોકસભા મતદારક્ષેત્રની બેઠકની મતગણતરી ગોરેગામ પૂર્વ સ્થિત નેસ્કો (મોબ્પુે એક્ઝીબિશન સેન્ટર) મતદાર કેન્દ્ર પર થશે.
જ્યારે ઉત્તર પૂર્વ મુંબઇ (ઇશાન મુંબઇ) (મુલુંડથી ઘાટકોપર સુધીના) મતદાર ક્ષેત્રની મત ગણતરી વિક્રોલી (પૂર્વ) ખાતે ઉધ્યાચંલ પ્રાથમિક શાળા (ગોદરેજ એન્ડ બાઇઝ કંપની) મતદાન કેન્દ્ર પર થશે.
આ સિવાય દક્ષિણ મધ્ય મુંબઇ (ચેમ્બુરથી સાયન, માટુંગા, ધારાવી, દાદર) લોકસભા મતદાર ક્ષેત્ર તેમજ દક્ષિણ મુંબઇ (કોલાબાથી વરલી, લોઅર પરેલ, ભાયખલા, લાલબાગ) લોકસભા મતદાર ક્ષેત્ર એમ બે લોકસભા મતદાર ક્ષેત્રની મત ગણતરી શિવડી વેઅર હાઉસ, ગાડી અડ્ડા નજીક, સી.એફ.એસ. એરિયા, એમ.એસ.રોડ, મુંબઇ પોર્ટ ટ્રસ્ટ, શિવડી (પૂર્વ) મતદાર કેન્દ્ર પર થશે.
તમામ મતગણતરી કેન્દ્ર પર પ્રથમ સૈન્યદળના કર્મચારી તથા ટપાલથી મળેલા મતપત્રિકાની ગણતરી થશે. ત્યારબાદ સવારે ૮.૩૦ વાગ્યાથી લોકસભા મતદાર ક્ષેત્રમાં આવેલા પ્રત્યેક વિધાનસભા ક્ષેત્ર માટે ૧૪ ટેબલ હશે. છ લોકસભા મતદાર ક્ષેત્રના કુલ મળીને ૮૪ ટેબલ હશે. પ્રથમ ફેરીની મતગણતરી કર્યા બાદ પ્રત્યેક વિધાનસભા મુજબ આકડાવારી જાહેર કર્યા બાદ મત બારકોડ દ્વારા ગણતરી કરાશે. ત્યારબાદ બીજી ફેરીની મતગણતરી શરૂ થશે.
મતગણતરી પર ચૂંટમી પંચની કેવી તૈયારી : લોકસભાની ચૂંટણી મતગણતરી માટે સંપૂર્ણ યંત્રણા સજ્જ છે. મુંબઇમાં મતગણતરી ત્રણ ઠેકાણે છે. ત્યાં કેવી તૈયારી હશે, યંત્રણા શું કામ કરશે તેની માહિતી આ પ્રમાણે.
સ્ટ્રોંગ રૂમ સી.આર.પી. એફ પાસે : મતગણતરી પૂર્વે ત્રણેય મતદાન કેન્દ્રમાં ઇ.વી.એમ મશીન કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સી.આર.પી.એફ) તાબામાં છે. ત્યાં મતગણતરી થશે. અત્યારે અહીં મશીનો સીલબંધ રૂમમાં મૂકાયા છે. આ રૂમો સુધી સી.આર.પી.એફની ત્રણ સ્તરની સુરક્ષા છે. અહીં રૂમના સીલ માત્ર આયોગના કમિશનની ઉપસ્થિતિમાં ખોલાશે.
સવારે છ વાગ્યાથી કેન્દ્ર ચૂંટણી કમિશનના તાબામાં મળશે : તળ મુંબઇ અને ઉપનગર એમ ત્રણ ઠેકાણે મત ગણતરી કેન્દ્ર હાલમાં સી.આર.પી.એફ.ના તાબા હેઠળ છે. મતગણતરીના સમયે તેની સુરક્ષા સી.આર.પી.એફ પાસે છે. પણ તે દિવસે સવારે ૬ વાગે આ કેન્દ્ર ચૂંટણી પંચના તાબામાં આવશે. અને ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
વીવીપેટની ગણતરી કેવી રીતે થશે : પ્રત્યેક વિધાનસભા મતદારક્ષેત્રના કોઇપણ પાંચ મતદાન કેન્દ્રની ચિઠ્ઠછી નાંખીને પસંદગી કરાશે. તે કેન્દ્ર પરની વી.વી. પેટની સ્લીપની ગણતરી કરાશે. આ ગણતરી ઇ.વી.એ મશીનની ગણતરી પૂરી થયા બાદ કરાશે. તેમાં પાંચ કેન્દ્ર પરની ગણતરી એકસાથે ન કરતા એક પછી એક મુજબ કરાશે. એક કેન્દ્ર પર વી.પી. પેટની ગણતરી સાધારણપણે એક કલાક લાગશે.
પોલીસોને મતગણતરીમાં પ્રવેશ નહીં : રાજકીય પક્ષો તરફથી આ વખતે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચના કારભાર મોટા પ્રમાણમાં ટીકા થઇ હતી. આથી ચૂંટણી કમિશને મતગણતરીને સંવેદનશીલ માની છે. તેની પાર્શ્વભૂમિ પર સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને પણ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ અપાયો નથી. મતગણતરી કેન્દ્ર ૧૦૦ ટકા ફક્ત સી.આર.પી.એફ.ના તાબામાં છે.
પ્રત્યેક ચૂંટણી પ્રમાણે આ વર્ષે પણ મતગણતરી કેન્દ્રમાં ફક્ત ચૂંટણી પંચે આપેલા ઓળખપત્રક ધારકને ચૂંટણી પંચે આપેલા ઓળખપત્રક ધારકને પ્રવેશ મળશે. આ વખતે સુરક્ષાના કારણસર વધુ ગંભીરતાથી અને કડક પાલન કરાઇ છે.
અધિકૃત પ્રવેશ પત્ર હશે તેને મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ : મતગણતરી કેન્દ્રમાં જવા માટે ચૂંટણી કમિશન દ્વારા અપાયેલા અધિકૃત ઓળખ પત્રિકા (પ્રવેશ પત્રિકા) હશે તેને જ મતગણતરી કેન્દ્રમાં જવા મળશે. મતગણતરી કેન્દ્રમાં જવા કોઇએ પ્રવેશદ્વાર આગળ જમા થવું નહિ. એવી સમજણ પક્ષના કાર્યકર્તાને આપવામાં આવી છે.
મતગણતરી બાદ વિજયી થયેલા ઉમેદવાર દ્વારા ઠેક ઠેકાણે સરઘસ કાઢવામાં આવે અથવા પક્ષની કચેરીમાં જલ્લોષ કરાય છે. આ વેળા પરાજિત થયેલા ઉમેદવારોના સમર્થન કરનારા દ્વારા વિરોધ કરાય એવી પૂરેપૂરી શક્યતા છે. આથી સ્થાનિક પોલીસ સ્ટેશનને તે ઠેકાણે પાકો પોલીસ બંદોબસ્ત રાખવાની સૂચના કરાઇ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HSyAIe
via Latest Gujarati News
0 Comments