ઓનલાઈન બુલિંગથી હતાશાનો શિકાર બને છે યુવા

જે યંગસ્ટર્સ ઓનલાઈન બુલિંગ (બદમાશી)નો શિકાર બન્યાં હોય તેઓ ઓછી ઉંઘ અને ડિપ્રેશનનો ભોગ બની શકે છે. એક અભ્યાસમાં પેરેન્ટ્સને ખાસ ચેતવવામાં આવ્યાં છે. સાઇબર શિકાર અને ઉંઘની ગુણવત્તા વચ્ચેના સંબંધની માહિતી મેળવવા માટેના કેટલાક અભ્યાસોમાંથી એકમાં બફેલો વિશ્વવિદ્યાલયની રિસર્ચ ટીમે ૮૦૦થી વધારે કિશોરોના ઓનલાઈન બુલિંગ અને ડિપ્રેશન વચ્ચેના સંબંધની તપાસ કરવામાં આવી 


બફેલો યુનિવર્સિટીમાં પીએચડી કરતા મિશોલ ક્વોનનું કહેવું છે કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાપર સાઈબર ઉત્પીડન, સહકર્મી ઉત્પીડન અને કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય ચિંતાનો વિષય છે.  ક્વોન કહે છે કે ૧૫ ટકા અમેરિકન હાઈસ્કૂલના સ્ટુડન્ટને ઇલેક્ટ્રોનિક માધ્યમે હેરાન કરી મુક્યાં છે. 

અમેરિકાના કિશોર સ્વાસ્થ્યના કાર્યાલયનું કહેવું છે કે આશરે એક તૃતિયાંશ લોકોમાં ડિપ્રેશનના લક્ષણ જોવા મળે છે. જેમને ઉંઘની પેટર્નમા ફેરફાર ઉપરાંત સતત ચીડીયાપણુ, ક્રોધ અને સમાજથી અલગ રહેવું શામેલ છે. ૮થી ૧૨ જૂન સુધી ટેક્સાસમાં 'એસએલઈઈપી૨૦૧૯'  સંમેલનમાં આ રિસર્ચ રજૂ કરવામાં આવશે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E7L79K
via Latest Gujarati News

Post a Comment

0 Comments