કોલકત્તા, તા. 15 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચારનું એપી સેન્ટર પશ્ચિંમ બંગાળ બની રહ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ તેને લઇને રાજકારણ ગરમાયું છે, વિદ્યાસાગર કોલેજમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાના મામલે રાજનીતિ તેજ થઇ છે. ભાજપ અને TMCના આરોપ પ્રત્યારોપ બાદ આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માર્ચ કાઢી.
હિંસા અને મૂર્તિ તોડવાના વિરોધમાં મમતાએ બેલિયનઘાય થી શ્યામબઝાર સુધી માર્ચ કાઢી. આ દરમિયાન તેમની સાથે ઘણાં મંત્રીઓ, નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. મમતા બેનર્જી હાથ જોડી માર્ચ કરી રહી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jo6kk7
via Latest Gujarati News
0 Comments