નવી દિલ્હી, તા. 15 મે 2019, બુધવાર
કોંગ્રેસની પ્રેસ ફોન્ફરન્સમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં બુધવારે આયોજીત આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા પોતાની વાતચીત શરૂ કરે તે પહેલા જ હાથમાં ત્રિરંગો લઇને આવેલો એક શખસે ભરી સભામાં મંચ સામે આવી અને બોલ્યો કે, યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવું ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. વંદે માતરમ, ભારત માતા કી જય.
આ શખસનું નામ નચિકેતા છે જે પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વ્યક્તિએ તે પણ કહ્યું કે, વિદેશી લોકોને ચૂંટણી લડવાની મંજુરી નહી મળવી જોઇએ કારણ કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vou5tH
via Latest Gujarati News
0 Comments