આખો દિવસ દોડધામ કર્યા પછી સાંજે ઘરે આવીને આરામથી જમવું એ ઘણાં લોકોની સામાન્ય ટેવ હોય છે. જો કે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે સાંજે આવું ભોજન કરવાથી વજન વધી શકે છે. આ સ્ટડી ૩૧ લોકો પર થયો જેમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. આ લોકો ઓવરવેટથી પરેશાન હતા.
યુનિવર્સિટી ઓફ કોલોરાડો સ્કૂલ ઓફ મેડિસિનના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. અદનિન જમનનું કહેવું છે કે અમે વજન ઘટાડવાના અભ્યાસમાં પહેલા વધારે વજનના રોગીઓના ભોજન અને ઉંઘનું મૂલ્યાંકન કરીએ છીએ. જેમાં જાણવા મળ્યું કે સાંજે મોડા જમવાથી બૉડી માસ ઇન્ડેક્સ અને બૉડી ફેટમાં વધારો થાય છે. બીએમઆઈ તમારું ફેટ બતાવે છે. બીએમઆઈ તમારા વજન અને હાઈટપ્રમાણે માપવામાં આવે છે.
સ્ટડીમાં હતી.જાણવા મળ્યું કે પ્રતિભાગીઓને એક વજનહાનિ પરીક્ષણમાં રજિસ્ટર કરવામાં આવ્યાં. જે દૈનિક કેલરી સીમાની સરખામણીએ ચોક્કસ સમયે આપવામાં આવતી. સાદી ભાષામાં કહીએ તો રિસર્ શરૂ થાય એ પછી એ લોકો દિવસના કેટલાક કલાકો જ ભોજન કરી શકતા હતા.
એક અઠવાડિયા પછી ઇલેક્ટ્રોરલ ડિવાઈઝનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ડિવાઈઝ એમની ગતિવિધિ અને ઉંઘની દેખરેખ માટે બનાવાયુ હતું. સાથે જ દરેક વખતે ભોજન પછી પોતાનો ફોટો પાડવાનો હતો. આ ફોટો MealLogger નામની એપથી લેવાનો હતો.
જમન અને એની ટીમે એ નથી જણાવ્યું કે જમવા માટે કયો સમય બેસ્ટ છે. સાથે જ કેરી અને ન્યુટ્રીશનલ વેલ્યૂને પણ ધ્યાનમાં નથી લીધી. ટીમે એટલું ધ્યાન આપ્યું છે કે દિવસે જમ્યાપછી પ્રતિસ્પર્ધી મોડા સૂવા લાગ્યાં. જો કે દરેક રાતે સાત કલાકની ઉંઘ પૂરી કરી હતી. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે શરીરમાં ભોજન ૧૧ કલાક સુધીમાં પચે છે. તેથી ૮ વાગ્યા સુધી જમવાનો છેલ્લો સમય છે. જે લોકો આના પછી જમે છે તેમણે બીએમઆઈ અને ચરબીનું સેવન વધારે કર્યું છે.
જો કે જમનનું કહેવું છે કે હજી એ રિસર્ચ ચાલી રહ્યો છે સાંજે કયા સમયે જમવાથી તમારું વજન વધે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30oFb5Y
via Latest Gujarati News
0 Comments