ઈંસ્ટામાં મળશે સોન્ગ લિરિક્સ ફીચર, સ્ટોરીમાં જોવા મળશે બેકગ્રાઉંડ મ્યૂઝિક


નવી દિલ્હી,  15 મે 2019, બુધવાર

ઈંસ્ટાગ્રામમાં ટુંક સમયમાં નવા ફીચર એક્ટિવ થશે. આ ફીચર ઈંસ્ટાગ્રામ યૂઝર્સની મજાને બમણી કરી દેશે. આ નવું ફીચર સોન્ગ લિરિક્સ છે. તેમાં યૂઝર્સને સ્ટોરીના બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિકના બોલ જોવા મળશે. કંપની આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ટેસ્ટિંગ બાદ નવું ફીચર એક્ટિવ થઈ જશે. હોંગકોંગની ટેકનો બ્લોગર અને એર રિસર્ચર જેનએ એપ્રિલ માસમાં તેના ટ્વિટર પર આ ફીચર અંગે જાણકારી આપી હતી. 

આ ફીચર યૂઝર્સ માટે ક્યારે એક્ટિવ કરવામાં આવશે તે હાલ સ્પષ્ટ નથી. તેના અંગે કંપનીએ કોઈ આધિકારિક પુષ્ટિ પણ કરી નથી. આ ફીચર ઉપરાંત કંપની અન્ય કયા કયા ફીચર લોન્ચ કરશે તે પણ સ્પષ્ટ નથી. 2018માં ફોટો મેસેજિંગ એપ ઈંસ્ટાગ્રામએ પોતાના યૂઝર્સની સ્ટોરીમાં મ્યૂઝિક એડ કરવાનું ફીચર રજૂ કર્યું હતું જેમાં યૂઝર પોતાની ઈંસ્ટા પોસ્ટના બેકગ્રાઉંડમાં મ્યૂઝીક સેટ કરી શકે છે. અને પોતાની સ્ટોરી અને વીડિયોને કસ્ટમાઈઝ પણ કરી શકે છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30kf8gc
via Latest Gujarati News

Post a Comment

0 Comments