
નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર
સર્ચ ઈંજીન ગૂગલ પર ભારતીયો સૌથી વધારે શું સર્ચ કરે છે તેની જાણકારી સામે આવી છે. ગૂગલએ ભારતીયોના સ્વભાવ અને તેમણે પુછેલા પ્રશ્નો પરથી એક રીપોર્ટ રજૂ કર્યો છે. આ રીપોર્ટમાં તેઓ શું સૌથી વધારે પુછે છે તેની જાણકારી છે. ગૂગલ અનુસાર ડેટિંગ સંબંધિત બાબતોની સર્ચમાં 40 ટકાનો વધારો થયો છે આ વધારો લગ્ન માટે પુછવામાં આવતા પ્રશ્નો કરતાં અનેકગણો છે. 37 ટકા પ્રશ્નો ડેટિંગ બ્રાંડ સાથે જોડાયેલા હોય છે. લોકો ઓનલાઈન પિઝા ડિલીવરી અંગે જાણવા માટે પણ ગૂગલની મદદ લે છે.
આ ઉપરાંત ભારતીય પોતાનો વધારે પડતો સમય ઓનલાઈન વીડિયો જોવામાં પસાર કરે છે. 33 ટકા લોકો મનોરંજન પુરુ પાડતા વીડિયો જોવે છે જ્યારે 80 ટકા યૂઝર કાર ખરીદવા પહેલા તેના વીડિયો જોવે છે. આ ઉપરાંત લાઈફસ્ટાઈલ, એજ્યુકેશન અને બિઝનેસના વીડિયોમાં છેલ્લા 2 વર્ષમાં 3 ગણો વધારો થયો છે. આ રીપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે 10માંથી 9 ઈંટરનેટ યૂઝર ભારતીય ભાષાનો ઉપયોગ કરે છે. 2021 સુધીમાં ભારતમાં કુલ ઈંટરનેટ યૂઝરના 75 ટકા લોકો એવા હશે જે ભારતીય ભાષાનો પ્રયોગ કરતા હશે. મેટ્રો સીટી કરતાં નોન મેટ્રો સીટીમાં સુવિધાઓ માટે સૌથી વધારે સર્ચ થાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JkLfXK
via Latest Gujarati News
0 Comments