રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વેકેશન માણવા લેક કોમો સિટી જઇ રહ્યા છે


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તા. 8 મે 2019, બુધવાર

રણબીર કપૂર અન ેાલિયા ભટ્ટનો પ્રેમ હવે લોકોથી છુપો નથી. આ પ્રેમી પંખીડા સ્વતંત્રતા માણવા અને એકબીજાના સાનિધ્યમાં રહેવા વેકેશન પર જઇ રહ્યા છે. તેઓ ઇટલીના લેક કોમો સિટી જવાના છે. આ પરથી લોકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા છે.

જોકે પહેલા એવી વાત આવીહતી કે,રણબીરે આલિયાના જન્મદિને તેને આ વેકેશનની ગિફ્ટ આપી હતી. પરંતુ હવે લોકોને આ ટાણે  દીપિકા અને રણવીરના લગ્ન યાદ આવી રહ્યા છે. આ યુગલે પણ ઇટલીના લેક કોમો સિટિમાં લગ્ન કર્યા હતા. તેથી લોકોમાં ગુસપુસ શરૂ થઇ ગઇ છે કે,આ પ્રેમી પંખીડા લગ્નની તૈયારી માટે જઇ રહ્યા છે. 

રિશી કપૂર બે  મહિનામાં કેન્સરની સારવાર  કરાવી  મુંબઇ પાછો ફરી રહ્યો છે. તેથી એ પછી રણબીરના લગ્ન થાય તેવી શક્યતા છે. બન્ને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝ બાદ લગ્ન કરે તેવી શક્યતા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yee3o7
via Latest Gujarati News

Post a Comment

0 Comments