નાગપુરના એક રહેવાસીએ માત્ર ત્રણ ગ્રામનું એરો મોડેલ તૈયાર કર્યું


(તસવીર પ્રતિકાત્મક)

મુંબઇ, તા. 8 મે 2019, બુધવાર

નાગપુરના એક રહેવાસીએ ત્રણ ગ્રામના વજનના એરો મોડેલ તૈયાર કર્યું છે. દેશમાં સૌથી હળવા વજનનું આ રબર પાવર્ડ ફ્રી ફ્લાઈટ એરો મોડેલ છે. ડો. રાજેશ જોશીએ ૩૫ વર્ષના એરો મોડેલિંગ ક્ષેત્રના અથાગ પ્રયાસો બાદ આ આવિષ્કાર કર્યો છેે. એટલું જ નહીં પણ તેમણે પોોતાના એરો મોડેલિંગ ક્ષેત્રનું જ્ઞાાન નવી પેઢીને પણ શીખખવ્યું હોવાથી શિષ્ય મહેશ્વર ઢોળેએ પણ સાડા ત્રણ ગ્રામનું એરો મોડેલ સાકાર્યું છે.

પેની પ્લેન તરીકે પણ ઓળખાતું આ એરો મોડેલ એક મિનિટ સુધી ચકરાવા લઈ શકે છે. નાગપુરમાં હૌશી એરો મોડેલર ડો. જોશીએ ત્રણ ગ્રામનું મોડેલ તૈયાર કરીને અનોખો વિક્રમ સ્થાપિત કર્યો છે.

ત્રણ ગ્રામના ફ્રી ફાલઈટ એરો મોડેલને બનાવવા તેમણે લાકડાની બે મી.મી.ના અત્યંત પાતળી કાંડીનો ઉપયોગ કર્યો છે. તેમ જ અત્યંત પાતળી માયલાર ફિલ્મના પંખા કવરિંગ માટે વાપર્યા હોવાથી ખાસ પ્રકારના ૧.૫ મી.મી.ના અત્યંત લચકદાર રબરનો પણ ઉપયોગ કર્યો છે.

સાડા ત્રણ ગ્રામની આ પેની પ્લેનને કોઈ એન્જિન નથી રબરના માધ્યમથી તે ઉડે છેે. તેનો આકાર ૧૮ બાય ૨૦ ઈંચ છે. તેના બધા ભાગ જુદા કરીને ક્યાંય પણ લઈ જઈ શકાય છે. ૭૦થી ૮૦ ફૂીટ પર્યંત ઉડી શકનારા મોડેલને ઈનડોરમાં જ વાપરી શકાય છે.

નવમા ધોરણના મહેશ્વર ઢોળેએ સાડાત્રણ ગ્રામના એરો મોડેલને તૈયાર કરવાની સફળતા પ્રાપ્ત કરીછે. વિમાનના મૂળભૂત તત્વને એરો મોડેલને લીધે વિદ્યાર્થીઓ સમજી શકે છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H7JquM
via Latest Gujarati News

Post a Comment

0 Comments