
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 8 મે 2019, બુધવાર
નારાયણ રાણેને પક્ષમાં રાખ્યા તો રશ્મિ સહિત ઘર છોડીને જઈશ એવી ધમકી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના પ્રમુખ દિવગંત બાળાસાહેબ ઠાકરેને આપી હતી. એવો દાવો સાંસદ નારાયણ રાણેએ પોતાની આત્મકથામાં કર્યો હોવાના સમાચાર છે. રાણેની આત્મકથા પુસ્તકનું વિમોચન મુખ્ય પ્રધાનના હસ્તે ટૂંક સમયમાં કરાશે.
નારાયણ રાણેએ પોતાની આત્મકથામાં પોતે શિવસેના શું કામ છોડી તેના પર પ્રકાશ નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે શિવસેનાના તમામ પદથી રાજીનામું આપ્યા બાદ બાળાસાહેબે મને બોલાવ્યો હતો. તે વેળા ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાણેને પક્ષમાં રાખશો તો હું અને રશ્મિ ઘર ઠોડીને જતા રઇશું, એવી ધમકી ઉદ્ધવે બાળાસાહેબને આપી હતી.
રાણેએ વધુમાં જણાવ્યું હતું કે મનોહર જોશીને મારા કારણ મુખ્ય પ્રધાન પદ છોડવું પડયું હતું. આથી મનોહર જોશીને મારા પર ગુસ્સો હતો. જોશી-ઉદ્ધવ ઠાકરે નજીક આવ્યા હતા. મનોહર જોશીપક્ષના હિતચિંતક હશે એવું લાગશે પણ એવું બિલકુલ નથી. તેના કારણે શિવસેનાની આજે પરિસ્થિતિ આવી છે, એમ રાણેએ જણાવ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ લોકોને કેવો ત્રાસ આપ્યો છે તેની વિગત મારા આત્મકથામાં વર્ણવ્યું છે, એવું રાણેએ અગાઉ સ્પષ્ટતા કરી હતી. શિવસેના, કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણ પક્ષમાં જોડાણ માટે આત્મકથામાં માહિતી આપી છે. ઉદ્ધવ ઠાકરે મારા શત્રુ નથી. તેમની સાથે વૈચારિક મતભેદ નથી. એમ રાણેએ સ્પષ્ટતા કરી હોવાનું કહેવાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ybwmdu
via Latest Gujarati News
0 Comments