
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 8 મે 2019, બુધવાર
ચોમાસામાં લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીઓ ફેલાઈ નહીં આ માટે મુંબઈ મહાનગર પાલિકાએ પ્રથમ મોટા પ્રમાણમાં ઉંદરોનો ખાતમો બોલાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. અને ગત ચાર મહિનામાં લગભગ દોઢ લાખ ઉંદરોનો ખાતમો કર્યો હતો. ગયા વર્ષે ચોમાસામાં જળબંબાકાર બનેલા સ્થળે આ ઝુંબેશને તીવ્ર કરી છે.
મુંબઈની વસતિમાં ઉકેરડો, ચાલીના આસપાસના પરિસરમાં નાખવામાં આવતો કચરો, કચરાથી ભરાયેલી ઘરગલી વગેરે ઠેકાણે ઉંદરોનો ઉપદ્રવ વધારે છે.
શહેરની ઘરગલ્લીમાં ઉંદરો ઇમારતમાં ગાબડા પાડીને પાયાને પોકળ બનાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉંદરોને લીધે ચોમાસામાં લેપ્ટોસ્પારઇરોસિસની બીમારી ફેલાય છે. આથી જંતુનાશક વિભાગે આ વર્ષે જાન્યુઆરીથી મોટા પ્રમાણમાં ઉંદરોનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.
નીચાણવાળા વિસ્તારમાં જમા થતું વરસાદી પાણીમાં ઉંદરનું મૂળસૂત્ર મિશ્રિત થતાં તે પાણી લોકોના સંપર્કમાં આવતાં લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીમાં સપડાય છે. આથી ગત ચાર મહિનામાં પાલિકાએ ઠેક ઠેકાણે ઉંદર મારવા ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત ૧,૪૫,૬૨૬ ઉંદરોનો સંહાર કર્યો હોવાની માહિતી પાલિકાના જંતુનાશક વિભાગના અધિકારીએ આપી હતી.
ઉંદરો હટાવવાની ઝુંબેશ
- ઉંદરોનો ખાતમો બોલાવવા માટે ઘઉંના લોટમાં ઝેરી દવા ભેળવીને ગોળી બનાવી.
- ઉંદરના દરોમાં સેલ્ફોસ ગોળી નાખવામાં આવે છે. આ ગોળી નાખતા ત્યાં એક વિશિષ્ટ વાળું બહાર નીકળે છે. વાયુથી ગૂંગળામણ થતાં ઉંદરો મૃત્યુ પામે છે.
- ઘરમાં ઉંદરોનો નિકાલ કરવા માટે ઉંદર પકડવા માટે પાલિકા પિંજરા આપે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jai1Lc
via Latest Gujarati News
0 Comments