મુંબઈમાં હવાઈ મથક પર મોટી દુર્ઘટના થતી ટળી, હવાઈ દળનું વિમાન રન-વેની બહાર સરકી ગયું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  8 મે 2019, બુધવાર

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર મોટો અકસ્માત થતો ટળ્યો છે. ભારતીય હવાઈ દળનું એએન-૩૨ માલવાહક વિમાન મંગળવારે મોડી રાતે ઉડ્ડયન કરતી વખતે રન-વે પરથી સરકી પડયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. વિમાનની આ દુર્ઘટના બાદ મુંબઈ હવાઈ મથકને અમુક સમય માટે બંધ રાખવામા ંઆવ્યો હતો. પરિણામે પ્રવાસીઓએ અડચણનો સામનો કરવો પડયો હતો.

હવાઈ મથક પરના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે હવાઈ દળનું વિમાન મોડી રાતે ૧૧.૩૯ વાગ્યે રન-વે પરથી ઉતરી પડયું હતું. આ વિમાન કર્ણાટકમાં બેંગ્લુર નજીક હવાઈ દળના યેળાહાંકા હવાઈ મથકે જતું હતું.

આ રનવે હાલમાં સેવામાં નથી

એએન-૩૨ વિમાન મુંબઈના હવાઈ મથકના રનવે ક્રમાંક ૨૭ પર દોડી રહ્યું હતું. પરંતુ આ રન-વે હાલમાં સેવામાં નથી. આ દુર્ઘટના બાદ રનવેને બંધ કરાતા પ્રવાસીઓને મોટા પ્રમાણમાં તકલીફનો સામનો કરવો પડયો હતો. હવાઈ મથક પર વિમાનોની મોટી લાઈન લાગી હતી. લોકોએ ટ્વીટ કરીને આ ફરિયાદ નોંધાવી હતી.

આ દુર્ઘટના બાદ અનેક ઉડાણને અન્ય હવાી મથક પર વાળવા પડયા હતા. ઇન્ડિગો અને સ્પાઇસ જેટના ઉડાણને અનુક્રમે અમદાવાદ અને સુરત વાળવામાં આવ્યા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jry8TH
via Latest Gujarati News

Post a Comment

0 Comments