અમદાવાદ, 30 મે 2019, ગુરુવાર
ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. તરબૂત ખાવાથી ઉનાળામાં હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ બચી શકાય છે. તરબૂતમાં વિટામિન એ, વિટામિન સી, કૈલ્શિયમ જેવા તત્વો હોય છે. તરબૂચમાં 94 ટકા પાણી અને 6 ટકા શુગર હોય છે. ઉનાળામાં લાલ અને મીઠા તરબૂત પણ અઢળક મળે છે. પરંતુ ભેળસેળનું દૂષણ તરબૂચથી પણ દૂર નથી. આજકાલ તરબૂચમાં પણ ઈંજેકશન મારી અને તેને લાલ અને મીઠા બનાવવામાં આવે છે. ઈંજેકશન મારી અને ફળને પકાવવામાં આવે છે.
તરબૂચને મીઠા અને લાલ કરવા માટે ઓક્સીટોક્સિન, સોડિયમ સૈકરીન અને સિંથેટિક રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સૈકરીન નામના કેમિકલનો ઉપયોગ કરી તરબૂચને મીઠા સાકર જેવા બનાવવામાં આવે છે. આ ભેળસેળ વિશે જાણવા તમે અહીં દર્શાવેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો અને જાણી શકો છો કે તમે જે તરબૂચનું સેવન કરો છો તે ઈંજેકશનવાળું છે કે કુદરતી રીતે પાકેલું.
તરબૂચનો રંગ
તરબૂચ વેલા પર ઉગે છે જેના કારણે તેનું ફળ જમીન પર જ મોટું થાય ત્યાં સુધી રહે છે. જ્યારે પણ તરબૂચ ખરીદો ત્યારે જોઈ લેવું કે તેની નીચેનો ભાગ આછા રંગનો છે કે નહીં. જમીન પર જે ભાગ હોય તેનો બહારનો રંગ પીળાશ પડતો હોય છે. આ સિવાય આખા લીલા રંગના તરબૂચ આર્ટિફિશિયલ રીતે પકાવેલા હોય છે.
પાણી અને તરબૂચ
તરબૂચના ટુકડા કરો ત્યારે તેની અંદરથી એક ટુકડો કરી પાણી ભરેલા વાસણમાં રાખો. જો તરબૂચને ઈંજેકશથી લાલ કરવામાં આવ્યા હશે તો પાણીનો રંગ લાલ થવા લાગશે. જો તરબૂચ કુદરતી રીતે પાકેલું હશે તો પાણીમાં તેનો રંગ છોડશે નહીં.
છાલ
તરબૂત કાપો ત્યારે અંદરના ભાગમાં સફેદ રંગ હોય તો તે પ્રાકૃતિક રીતે પાકેલું હશે. જો છાલ સહિત લાલ રંગ બહાર દેખાતો હોય તો નકલી અને કેમિકલયુક્ત તરબૂચ હશે.
સ્વાદ
તરબૂત સાકર જેવા મીઠા હોતા નથી. જો તરબૂચ અત્યંત મીઠું હોય તો ચોક્કસથી તેમાં સૈકરિનના ઈંજેકશન આપેલા હશે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MhCAaS
via Latest Gujarati News
0 Comments