આંધ્રપ્રદેશ, તા. 30 મે 2019 ગુરુવાર
YSR કોંગ્રેસ ચીફ જગનમોહન રેડ્ડીએ ગુરુવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. સમારોહમાં સામેલ થવા ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન પણ વિજયવાડા પહોંચ્યા. આ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રેશેખર રાવ પણ હાજર રહ્યા. જગનમોહન રેડ્ડીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં અન્ય પાર્ટીઓના દિગ્ગજ નેતા પણ સામેલ થયા.
આંધ્ર પ્રદેશના વિભાજન બાદ જગન મોહન રેડ્ડીએ બીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી રેડ્ડીએ રાજ્યપાલ ઈ એસ એલ નરસિમ્હાની સામે વિજયવાડા નજીક આઈજીએમસી સ્ટેડિયમમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બપોરે 12 વાગીને 23 મિનિટે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેમણે શપથ ગ્રહણ બાદ રાજ્યપાલને ગુલદસ્તો પણ ભેટમાં આપ્યો. શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યુ.
જગનમોહન રેડ્ડીએ તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુને પણ પોતાના શપથગ્રહણ સમારોહમાં આમંત્રિત કર્યા હતા. જગનની પાર્ટી YSR કોંગ્રેસે રાજ્ય વિધાનસભાની 175 બેઠકોમાંથી 151 બેઠક જીતીને પ્રચંડ જનાદેશ પ્રાપ્ત કર્યો છે. સાથે જ લોકસભાની 25માંથી 22 બેઠકો પર જીત નોંધાવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WrzxRl
via Latest Gujarati News
0 Comments