તકનીકી ખામીના કારણે બે દિવસથી લંડનમા ફસાયું એર ઈન્ડિયાનું વિમાન, મુસાફરો પરેશાન

લંડન, તા. 30 મે 2019, ગુરૂવાર

લંડનના હીથ્રો એરપોર્ટથી દિલ્હી જનાર એર ઈન્ડિયાનું વિમાન તકનીકી ખામીના કારણે છેલ્લા બે દિવસથી લંડનમા ફસાયેલું છે. વિમાન નંબર AI 162 દિલ્હી માટે સવારે 9:47 મિનિટ (ભારતના સમય મુજબ બપોરે 3:15 મિનિટે) નીકળવાનુ હતું પરંતુ તકનીકી ખામીના કારણે એવું ન થયું.

એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું કે, એર ઈન્ડિયાની લંડનની એન્જિનિયરીંગ ટીમે વિમાનનું નિરીક્ષણ કર્યું અને ટીમ જરૂરી સાધનોની સાથે મુંબઈ જવા નીકળી છે. બધા મુસાફરોને હોટલમાં રાખ્યા છે. વિમાન હજુ હીથ્રો એરપોર્ટમાં છે. વિમાનને ઉપડતા કેટલો સમય લાગશે તેના વિશે કોઈ જાણકારી મળી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ વિમાનને રીપેર કરાવવા માટે સાધનો લઈને આવનાર વિમાન પણ દુબઈમાં ખરાબ થઈ ગયું છે અને એ વિમાન પણ 6 કલાકથી દુબઈમાં છે.

એરપોર્ટમાં ફસાયેલા બધા મુસાફરો રોષે ભરાયા છે. આમા વૃદ્ધો પણ છે જે વ્હીલચેરમાં છે. મુસાફરોનું કહેવું છે કે, તેઓ લગ્ન, બિઝનેસ મિટીંગ અને અન્ય જરૂરી કામના કારણે ભારત આવી રહ્યા છે પરંતુ હવે કોઈ ફાયદો નથી. મુસાફરોનું કહેવું છે કે, એમને વિમાન અંગે કોઈ જાણકારી આપવામાં આવતી નથી. એમને એ પણ નથી જણાવવામાં આવતું કે વિમાન ક્યારે ઉપડશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WvXOWm
via Latest Gujarati News

Post a Comment

0 Comments