
કંપનીનું બાકી દેવું ચૂકવવા માટે તેની મિલકતો વેચવામાં આવશે
(પીટીઆઇ) લંડન, તા. 22 મે, 2019, બુધવાર
બ્રિટિશ સરકારની બ્રિટિશ સ્ટીલ લિમિટેડના માલિકોની સાથેની મંત્રણા નિષ્ફળ જતા બ્રિટિશ સ્ટીલ લિમિટેડનું પતન થયું છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લંડનની હાઇકોર્ટે બ્રિટિશ સ્ટીલ લિમિટેડને ફરજિયાત ફડચાની કાર્યવાહી શરૃ કરવાનો આદેશ આપ્યો છે.
બ્રિટનના બિઝનેસ સચિવ ગ્રેગ કલાર્કે જણાવ્યું છે કે હાઇકોર્ટમાં બ્રિટિશ સ્ટીલ લિમિટેડનું પતન થયું હોવાથી તેના બાકી દેવા ચૂકવવા માટે તેની મિલકતો વેચવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીને બચાવવા માટે અમે બ્રિટિશ સ્ટીલ, તેના માલિક ગ્રેબુલ કેપિટલ અને લેણદારો સાથે અનેક વખત બેઠક યોજી પણ અમને નિરાશા સાંપડી છે.
બ્રિટનની બીજી સૌૈથી મોટી સ્ટીલ કંપનીનું પતન થવાથી બ્રિટનના હજારો કર્મચારીઓના ભવિષ્ય સામે અનેક પ્રશ્રો ઉભા થયા છે. બ્રિટિશ સ્ટીલમાં પાંચ હજાર લોકો નોેકરી કરતા હતા અને અંદાજે ૨૦,૦૦૦ લોકો તેની સપ્લાય ચેન સાથે સંકળાયેલા હતાં.
ભારતની સ્ટીલ કંપની ટાટા સ્ટીલના યુરોપિયન ઓપરેશન સામે પણ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. જર્મનીની એક કંપનીએ તાજેતરમાં જ ટાટા સ્ટીલ સાથેની પ્રસ્તાવિત મર્જર યોજનાને રદ કરી દીધી છે. ગ્રેબુલ કેપિટલે ૨૦૧૬માં બ્રિટિશ સ્ટીલની રચના કરી હતી. આ કંપની પ્લેટ, રેલવે માટે પાટા, કન્સ્ટ્રકશનમાં વપરાતા સેક્શન બનાવતી હતી
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M0qnXL
via Latest Gujarati News
0 Comments